Vadodara

ગંદા પાણીની ફરિયાદના પગલે પાલિકા તંત્રએ કૉમ્પ્લેક્ષની જ પાણીની લાઈન કાપી નાખતા ભર ઉનાળે 300 પરિવારોને હાલાકી

Published

on

શહેરના આજવા રોડ પર ખાતે આવેલ ફાતિમા કૉમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઈને કાપીને જતા રહેતા અંદાજે 300 જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના રહીશોનું કહેવું છે કે, અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી અપાતું બંધ થઈ ગયું છે. ભર ઉનાળે ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી.

Advertisement

હાલ માત્ર અડધો કલાક પાણી આવે છે તે 300 જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી. અમારી માંગ છે કે, જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોકલી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે. અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટની લાઈન કાપી નાખી છે તે ખોટું કર્યું છે.

Advertisement

Trending

Exit mobile version