આ રાજકીય સ્વાગત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની મશીનરીનો દુરુપયોગ થતો હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ,ગૃહ મંત્રી અમિતશાહ પોતે પોતાના નિવેદનોમાં કહેતા હતા કે,પક્ષના ઝંડા લગાવતા હતા.
પક્ષના કાર્યકમના ઝંડા લગાવવા માટે પ્રજાના પૈસે ચાલતી પાલિકાની મશીનરીનો દુરુપયોગ કરીને નેતાઓને રાજી કરતાં આજ ના કાર્યકરો.
વોર્ડ 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના દિવ્યાંગ જિંગરના આદેશથી ભાજપના ઝંડા લગાવવા માટે પાલિકાના વાહનો અને કર્મચારીઓનો ઉપયોગ થયો.
વડોદરાને કર્મભૂમિ ગણાવતા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે નરેન્દ્ર મોદીએ અને ઝંડા લગાવવાનું પણ કામ કર્યું હતું. હાલના ગૃહ મંત્રી અમિતશાહ પોતે પોતાના નિવેદનોમાં કહેતા હતા કે, તેઓ સ્કૂટર પર ફરી ફરીને પક્ષના ઝંડા લગાવતા હતા. જ્યારે આજના ભાજપના કાર્યકરો એટલા આળશું અને મૂડીપતિ થઈ ગયા છે કે, પક્ષના કાર્યકમના ઝંડા લગાવવા માટે પ્રજાના પૈસે ચાલતી પાલિકાની મશીનરીનો દુરુપયોગ કરીને નેતાઓને રાજી કરવા કામે લગાવી દેવામાં આવે છે.
આવતીકાલે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ વડોદરાની મુલાકાતે આવનાર છે. હોદ્દો સંભાળ્યા બાદ પહેલી વાર વડોદરા આવતા જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે આ રાજકીય સ્વાગત કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની મશીનરીનો દુરુપયોગ થતો હોય તેવો કિસ્સો સપાટી પર આવ્યો છે.
ગત રાત્રે શહેરના માર્ગો પર પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના વાહનોમાં ભારતીય જનતા પાર્ટી ના ઝંડા જોવા મળતા તેઓને રોકીને પૂછપરછ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે વોર્ડ 13ના સ્ટ્રીટ લાઈટ વિભાગના દિવ્યાંગ જિંગરના આદેશથી ભાજપના ઝંડા લગાવવા માટે પાલિકાના વાહનો અને કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે . રાજકીય કાર્યક્રમમાં પાલિકાના સાધનો અને મેન પાવરનો ઉપયોગ થતા પવન ગુપ્તાએ તેનો વિરોધ કર્યો હતો. શુ ભાજપ પાસે એટલા પણ સક્ષમ કાર્યકર્તાઓ નથી? કે તેઓ પક્ષના ઝંડા લગાવવા જાતે જ કામે લાગી શકે?