તલાટી દ્વારા કૃષિ સહાય મેળવવા માટે જરૂરી દાખલો ખેડૂતોને નથી પૂરું પાડવામાં આવતો.તલાટી દાદાગીરી કરે છે અને સહાયના દાખલા આપતા નથી
- વેરા વસુલાત છતાં પાવતી નહીં મળવાના આરોપ ગામના ખેડૂતો તરફથી વેરા ભર્યા રાખે છે.
- તલાટી વેરા ભર્યા વગર સહાયનો દાખલો ન આપવાનું દબાણ કરે છે.
- તાલુકા અથવા જિલ્લાફાળ પ્રશાસન પાસેથી તપાસ કરી યોગ્ય પગલાં લેવા ગામના લોકોની રજૂઆત.
ડભોઇના ભીલાપુર ગામમાં કૃષિ સહાયના મામલે તલાટી કમ મંત્રી અર્ચનાબેન વિરુદ્ધ દાદાગીરીના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે તલાટી સહાય મેળવવા માટે જરૂરી દાખલા પૂરાં પાડતા નથી, જેના કારણે ખેડૂતોને સરકારે જાહેર કરેલી સહાયથી વંચિત રહેવું પડે છે.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે તલાટી દ્વારા વેરા વસુલાત બાદ પણ પાવતી આપવામાં આવતી નથી. જિલ્લાના આદેશ મુજબ વેરો ઉઘરાવીને પણ પાવતી ન આપવાના આક્ષેપોથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે તલાટી સહાયનો દાખલો ફક્ત વેરો ભર્યા બાદ જ આપશે એવું કહેતા દબાણ કરતા હોય છે.
જેના કારણે અનેક ખેડૂતોમાં અસંતોષ વ્યાપી ગયો છે અને તલાટીની બદલીની માંગ સાથે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.ગામજનોની માંગ છે કે જિલ્લાપંચાયત તંત્ર આ મામલાની તપાસ કરે અને ખેડૂતોને વિધિવત સહાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરે.