Dabhoi

ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી, કોન્ટ્રાક્ટર પર હુમલો

Published

on

  • અંજેશ પટેલનું કહેવું છે કે, બે દિવસ પહેલા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે તેમના ભાઇનો ફોન કરીને ધમકી આપી હતી
  • ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખ વિવાદમાં આવ્યા
  • કોન્ટ્રાક્ટર પર હુમલો કરતા ભયનો માહોલ વ્યાપ્યો
  • કોન્ટ્રાક્ટરે ઉપપ્રમુખ પર પણ ગંભીર આરોપ લગાવ્યો

વડોદરા ગ્રામ્ય માં આવતા ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખની દાદાગીરી સામે આવી છે. ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ  પર હુમલો કર્યો છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. આ હુમલો કેમ કરવામાં આવ્યો તે અંગે કોઇ નક્કર માહિતી હાલ તબક્કે સપાટી પર આવી નથી. આ ઘટનામાં ઉપપ્રમુખની પણ સંડોવણી હોવાના આરોપો સામે આવી રહ્યા છે. હવે આ મામલે આગળ શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન વસાવા વિવાદમાં આવ્યા છે. રાજન વસાવાએ કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ તકે અંજેશ પટેલ દ્વારા આ હુમલાની ઘટનામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની સંડોવણીના આરોપો પણ મુક્યા છે. તેમનું કહેવું છે કે, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે તેમના પર હુમલો કરાવ્યો છે. આ હુમલો કરવા માટે રાજને બહારથી માણસો બોલાવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.

વધુમાં અંજેશ પટેલનું કહેવું છે કે, બે દિવસ પહેલા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે તેમના ભાઇનો ફોન કર્યો હતો. અને ધમકીભર્યા સ્વરે કહ્યું કે, તારા ભાઇને સરખો રાખ, એક હાથ તૂટેલો છે, હવે તેના પગ તોડીશ. જે બાદ આ ઘટના સામે આવતા લોકોમાં તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટર આલમમાં ભારે રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Trending

Exit mobile version