જિલ્લા પંચાયતના સભ્યોની ટીમ દ્વારા વર્ષ 1995ની તા. 24 સપ્ટેબર ના રોજ પાણીગેટ પોલીસની સાથે રાખી ભરવાડોના દબાણ દૂર કરવાની કામગીરી કરતા સમયે હુલ્લડ થતા પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જ સહીત 8 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જે હુલ્લડના બનાવમાં પાણીગેટ પોલીસે હાલના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) સહિત કુલ 28 આરોપી સામે રાયોટિંગ તથા હત્યાની કોશિશનો ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા શૈલેષ મહેતા તથા અન્ય પાંચને 1 વર્ષની સજા થઇ હતી.
હુલ્લડના કેસમાં આરોપી થયેલ શૈલેષ મેહતા તે સમયે વાઘોડિયા રોડના કોંગ્રેસના કોર્પોરેટર હતા હાલ તેઓ ભાજપના ધારાસભ્ય છે. હુલ્લડના કેસ માં તેમના સહીત અન્ય આરોપી ઓની પણ પોલીસ દ્ધારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે શૈલેષ મહેતા સહિત 6 આરોપીઓને 27મી સપ્ટેમ્બર 2000ના રોજ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે ચૂકાદો હાઇકોર્ટમાં પડકારતા હતો. આજે ધારાસભ્ય શૈલેષ મહેતા તથા અન્ય આરોપીઓની અપીલ ચાલી જતા તેઓના વકીલ તરફે થયેલ રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી શૈલેષ મહેતા સહિત 6 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો જેથી 28 વર્ષ જૂના કેસમાં તેઓને મોટી રાહત મળી છે.