Vadodara

ગૃહમંત્રી અને MP-MLA વચ્ચે જિલ્લા સર્કિટ હાઉસમાં બંધ બારણે બેઠક

Published

on

  • જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઇને તમામ અધિકારીઓ સમક્ષ મીટિંગ થઇ છે. દર મહિનામાં આ પ્રક્રિયા થતી હોય છે. પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે થાય છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા  જિલ્લાના સર્કિટ હાઉસની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ વડોદરા જિલ્લામાં નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. હર્ષભાઇ સંઘવીએ સર્કિટ હાઉસમાં જિલ્લાના ધારાસભ્યો તથા અગ્રણીઓ જોડે મહત્વની બેઠક યોજી હતી. અને તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. આ તકે વડોદરા પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પણ તેમની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતી કાલથી વડોદરા સહિતા રાજ્યભરના શહેર-જિલ્લાઓમાં ભાજપ પ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જો કે, તે વાતની આજની મીટિંગ જોડે કોઇ લેવાદેવા ના હોવાનું મીટિંગમાં હાજર અગ્રણીઓએ મીડિયાને જણાવ્યું હતું.

આજે વડોદરાની મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. સાંજે તેઓ જિલ્લા સર્કિટ હાઉસની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લાના ધારાસભ્યો તથા અન્ય અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. અને અનેક મુદ્દે ચર્ચાવિચારણા હાથ ધરી હતી. બાદમાં તેઓ આગળના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા.

ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું કે, કોઇ ખાસ રજુઆત કરવામાં આવી નથી. આવતી કાલે જિલ્લા ભાજપના પ્રમુખ માટેના ફોર્મ ભરાવવાના છે. જે કોઇ જિલ્લામાંથી યોગ્ય ઉમેદવારો હશે, તે ફોર્મ ભરશે. 6, તારીખે સંકલનની બેઠક યોજાનાર છે. આગામી પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવનાર છે. તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જે કોઇ સ્થાનિક પ્રશ્નો છે, તેની અમે ચર્ચા કરી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે, જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઇને તમામ અધિકારીઓ સમક્ષ મીટિંગ થઇ છે. દર મહિનામાં આ પ્રક્રિયા થતી હોય છે. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે થાય છે.

Trending

Exit mobile version