વડોદરા શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત આખે આખી રીક્ષા ભુવામાં સમાઈ જાય તેવો ભુવો મુખ્ય માર્ગ પર પડતા રહીશો એ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા
વડોદરા શહેરમાં પાલિકા ના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની મીલીભગત ના કારણે હલકી ગુણવતા ની સામગ્રી નો વપરાશ કરી બનેલા શહેર ના રાજમાર્ગો પર મોટા મોટા ભુવા પડવા એ તો હવે સામાન્ય વાત થઇ ગઈ છે અને વડોદરાના રાજમાર્ગો પર મોટા ભુવા પડવા નો સિલસિલો શરૂ થઇ ગયો છે હદ તો ત્યારે થઇ ગઈ કે શહેરના ટ્રાફિક થી ધમધમતા સમા વિસ્તારમાં ના રાજમાર્ગ પર આખી રીક્ષા ગરકાવ થઇ જાય તેટલો મોટો ભુવો પડવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
Advertisement
પાલિકા ના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની મીલીભગત થી બનાવવા માં આવેલ હલકી ગુણવતાના રાજમાર્ગો ની ગુણવતાની પોલ વરસાદે ખુલી પાડી છે આજે વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ પાસે પસાર થતા મુખ્ય માર્ગ પર એક મોટો ભૂવો પડ્યો હતો અને આ ભુવામાં આખેઆખી રીક્ષા ગરકાવ થઇ જાય તેટલો મોટો છે સાથે ભુવો પડતા અંદર નાંખવામાં આવેલી લાઇનો પણ તુટી ગઇ હોવાનું નજરે પડે છે
આ અંગેની જાણ થતા જ સ્થાનિક નગર સેવક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક નગર સેવકે જણાયું હતું કહ્યું કે, 1990 માં પાણીનો નિકાલ થવા માટે નાંખવામાં આવી હતી. આ મહત્વની લાઇન છે અને નવી લાઇનને મંજૂર કરાવી દેવામાં આવી છે અને ભુવો પડ્યાની અંગેની માહિતી મળતા જ હું સ્થળ પર દોડી આવ્યો હતો અને આ અંગે ની જાણ પણ પાલિકાના અધિકારીઓને કરી હતી તો બીજી તરફ સ્થાનિક રહીશો દ્વારા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કર્યા હતા