વડોદરાના આજવારોડ કમળાનગર તળાવ પાસે બન્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ રખડતા ઢોરને પકડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી
- VMC ની ઢોર પકડવાની ટીમ પર ફરી એકવાર પશુપાલકો દ્વારા હુમલો અને દાદાગીરીની ઘટના સામે આવી છે.
- પશુપાલકોએ બેફામ બનીને પકડેલા ઢોરને છોડાવી લીધા હતા.
- પશુપાલકોએ જબરાન્ પકડેલા ઢોરને છોડાવી લીધા હતા અને પોલીસ દૂર થી જોનાર બની રહી હતી.
શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી VMC ની ઢોર પકડવાની ટીમ પર ફરી એકવાર પશુપાલકો દ્વારા હુમલો અને દાદાગીરીની ઘટના સામે આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પોલીસનું બંદોબસ્ત હોવા છતાં પશુપાલકોએ બેફામ બનીને પકડેલા ઢોરને છોડાવી લીધા હતા. આ ઘટનાએ પશુપાલકોમાં પોલીસ અને કાયદાનો ડર ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.
શહેરના આજવારોડ કમળાનગર તળાવ પાસે બન્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમ રખડતા ઢોરને પકડવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. ટીમે જ્યારે ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરી, ત્યારે મોટી સંખ્યામાં પશુપાલકોનું ટોળું દોડી આવ્યું હતું. ટોળાએ તુરંત જ દાદાગીરી શરૂ કરીને VMCના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો.
જ્યારે ઘટના સ્થળે પોલીસના બે જવાનો હાજર હોવા છતાં, પશુપાલકોના ગુસ્સેભારાયેલ ટોળા સામે તેમનું કશું ચાલ્યું નહોતું. પશુપાલકોએ જબરાન્ પકડેલા ઢોરને છોડાવી લીધા હતા અને પોલીસ દૂર થી જોનાર બની રહી હતી. પશુપાલકોએ જાણે પોલીસની કાર્યવાહીનો તેમને કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કર્યો હતો.
શહેરમાં પશુપાલકો દ્વારા ઢોર પકડતી ટીમ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. ગત રોજ જ પોલીસે ઢોર છોડાવવાના પ્રયાસ બદલ બે પશુપાલકોની પકડી લેવાની કાર્યવાહી કરી હતી, તેમ છતાં તેમની દાદાગીરી યથાવત રહી છે. થોડા સમય પહેલા વારસીયા વિસ્તારમાં પણ પશુપાલકોએ બૂમો પાડીને પકડેલા ઢોરને ભાગી જવામાં મદદ કરી હતી. આ સિવાયની એક ગંભીર ઘટનામાં, ઢોર પકડવા ગયેલો કોર્પોરેશનનો એક કર્મી 500 મીટર સુધી ઢસડ્યો હતો. શહેરીજનોની સલામતી માટે પશુપાલકોની આ દાદાગીરી પર લગામ કસવા માટે પોલીસ અને વહીવટીત દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.