Vadodara

ઉતરાયણ પર્વ પૂર્વે લખનવી પરંપરા મુજબ દોરો સુતાવવા પતંગ રસિકોની લાઈનો લાગી

Published

on

ઉત્તરાયણ પર્વને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરાના પતંગ રસિકો પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે. આકાશમાં પોતાની પતંગ ટકાવી રાખી અન્ય પતંગો સાથે પેચ લગાવી તેમની પતંગો કાપવા માટે પતંગ રસિકો પાકો માંજો સુતાવવા ખાસ દોરી સુતનાર પ્રખ્યાત કારીગરોને ત્યાં લાઈનો લગાવી રહ્યા છે ત્યારે વડોદરામાં પતંગ ચગાવવાના દોરા સુતનાર અનેક કારીગરો છે પરંતુ ઉત્તરાયણ પર્વના 2 મહિના પહેલા ખાસ લખનઉ શહેરથી વડોદરામાં આવતા અને લખનવી પરંપરા મુજબ દોરો સુતવાના કારીગર કલ્લુભાઈના લખનવી દોરનાની પતંગ રસિકોમાં ખુબજ માંગ છે

વડોદરા ઉત્સવ પ્રેમી નગરી તરીકે જાણીતું છે અહીં દરેક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઉત્સવ પ્રેમી નગરી વડોદરામાં પતંગ ચગાવવા માટે વપરાતી દોરીને લખનવી પરંપરા મુજબ સુતવાનો ક્રેઝ પતંગ રસિકોમાં ભારે છે પરંતુ લખનવી પરંપરા મુજબ દોરા સુતનાર કારિગરો હવે ગણ્યાગાઢ્યા જ બચ્યા છે ત્યારે લખનવી પરંપરા મુજબ દોરો
સુતનાર લખનવી કારીગર કલ્લુ ભાઈ છેલ્લા 72 વર્ષથી વડોદરામાં સ્થાઈ થઈ 32 વર્ષથી શહેરના સલાટવાડા ખાતે બાવન ચાલીની બહાર લખનવી પરંપરા મુજબ પતંગ ચગાવવાના દોરા સૂતવાનું કામ કરે છે. આ કામમાં તેમની સહાય અર્થે લખનઉથી અન્ય કારીગરો ને પણ બોલાવી તેમને રોજગારી આપે છે.

લખનવી કારીગર કલ્લુ ભાઈએ જણવ્યું હતું કે, પતંગની દોરી સુતવા માટે લખનવી પરંપરા મુજબ ભાત, માખણ, કાચ, ચામલ, સુહાગા સહીત અન્ય સામગ્રી મેળવી લૂદી તૈયાર કરીયે છે અને એ લૂદીથી દોરીને સુતીયે છે. જેને લખનવી કારીગરો બરેલી દોરી પણ કહે છે. અમે સુતેલી દોરીથી પતંગ રસિકોની આંગળીઓ કપાતી નથી અને આકાશમાં ઊડતી અન્ય પતંગોના પેચ કાપવાની પતંગ રસિકોને અનેરી મજા આવતી હોય છે. અમને વડોદરા શહેરમાં જેટલો પ્રેમ અને સન્માન મળે છે તેવો પ્રેમ અને સન્માન બીજે ક્યાંય નથી મળતો. અમે ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરા સૂતીને એકથી દોઢ લાખ રૂપિયા જેટલી કમાણી કરી લઇએ છે.

Advertisement

Trending

Exit mobile version