જુનેદ સિંધી, સમીર અને અનસને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યા છે. અને તેમને અત્રે લાવીને વધુ તપાસ ચાલી રહી છે
શ્રીજીની આગમનયાત્રામાં આટકચાળું કરનાર વધુ ત્રણ ઝડપાયા
રાજસ્થાન પોલીસની મદદથી અજમેરમાં ઓપરેશન પાર પડાયું
માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના શખ્સો પર પોલીસની તવાઇ
વડોદરામાં ગણેશોત્સવ પૂર્વે શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઇંડું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના એક પછી એક આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના મહત્વના ગણાતા ત્રણ શખ્સોને પોલીસે રાજસ્થાનના અજમેરથી દબોચી લીધા છે. વડોદરા પોલીસે રાજસ્થાન પોલીસની મદદથી ઓપરેશન પાર પાડ્યું છે. હવે આ મામલે આરોપીઓની કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓને મીડિયા સમક્ષ લાવતા તેઓ સરખી રીતે ચાલવાની સ્થિતીમાં નહીં હોવાનું જોવા મળતું હતું. હવે આ મામલે તપાસમાં કઇ હકીકતો સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
સિટી પોલીસ મથકના પીઆઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અત્રે નોંધાયેલા ગુનામાં સાહેદોના નિવેદનો, ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને ધ્યાને લેતા, વડોદરા પોલીસને બાતમી મળી કે, ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે. જેથી પોલીસ દ્વારા એક ટીમ રવાના કરવામાં આવી હતી. આરોપીઓ જુનેદ સિંધી, સમીર અને અનસને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યા છે. અને તેમને અત્રે લાવીને વધુ તપાસ ચાલી રહી છે. કુલ ત્રણ આરોપીને લાવવામાં આવ્યા છે. કાવતરામાં સામેલ હતા. તેમની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેમને લાવવામાં આવ્યા છે. ટ્રાન્ઝિટમાં વધુ સમય ગયો છે.
Advertisement
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ જે આરોપીઓ પકડાયા હતા, તેમના નિવેદનો અને તથા સોર્સિસ, તમામ તપાસના અંતે આ લોકોને લાવવામાં આવ્યા છીએ. આરોપી વિરૂદ્ધ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. અજમેર આરોપીઓ રોકાયા હતા. તેમની પુછપરછમાં મેળવેલી માહિતી કાઉન્ટર વેરિફાય અને વેરિફાય કરીને સ્પષ્ટતા બાદ જણાવવામાં આવશે. આરોપીઓ પોતે માફીયા ગેંગ નામથી ઓળખાય છે, તેની વિગતવાર તપાસ પોલીસ કરી રહી છે. તેમનું આયોજન અને ઉદ્દેશ્ય બાદમાં સ્પષ્ટ થશે. આ મામલે ટેક્નિકલ ઇન્વેસ્ટીગેશન સાયબર ક્રાઇમની તપાસ ચાલી રહી છે. અજમેરમાં તેઓ જ્યાં રોકાયા હતા, તેની વિગતો હાલ જણાવી શકાય તેમ નથી. તેમના ભવિષ્યના પ્લાન અંગે વિગતવાર જણાવી શકાય તેમ નથી.
માફીયા ગેંગમાં અગ્રહરોળમાં સ્થાન પાનમાર જુનેદ સિંધીની પિતાને હાજર થવા માટે પોલીસ વિભાગ દ્વારા નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. જો કે, તેઓ હજી સુધી પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેવામાં પોલીસે આ મામલામાં સંડોવાયેલા આરોપી પુત્ર જુનેદ સહિત ત્રણને રાજસ્થાનથી દબોચી લીધા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ મામલે સ્ફોટક ખુલાસા થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.