અનાજ કરીયાણાની દુકાન ધરાવતા વેપારીને એસટી બસની સવારી ભારે પડી વેપારી વડગામ ખાતે કાકા દીકરાના લગ્ન પ્રંસગના રિશેપ્શન માં ગયા હતા અને કાકાના દીકરાના રિશેપ્શનમાં હાજરી આપી પરત ઘરે ફરવા એસટી બસમાં બેઠા અને બસમાં અજાણ્યા આધેડ વયના મુસાફરે વેપારીને કઈ સુઘાડી બેભાન કરી વેપારીના પેન્ટના ખિસ્સામાં રાખેલા રોકડા 35 હજાર રૂપિયા તેમજ જ તેમને પહેરેલ સોનાની ચેઇન અને વિટી મળી 1.35 લાખની મત્તા કાઢી લીધી હતી. જે અંગે વેપારીએ શહેરના સયાજીગંજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના આંકલાવ રોડ ખાતે આવેલ જલારામનગર સોસાયટીમાં રહેતા અને આસોદર ચોકડી ખાતે અનાજ કરીયાણાની દુકાન ચલાવતા વેપારી અનિલકુમાર સંતરામદાસ મહેશ્વરી ગત તા. 5 ડિસેમ્બરના રોજ વડગામ ખાતે તેમના કાકા વિક્રમભાઈના દિકરાના લગ્ન પ્રસંગનું રિસેપ્શન હોય જેથી તેમા હાજરી આપવા માટે ગત તા. 4 ડિસેમ્બરના રોજ ગયા હતા. અને રિસેપ્શન હાજરી આપી રાત્રીના અગિયારેક વાગ્યાના સુમારે વડગામથી બસમા બેસી ગીતામંદીર આવ્યા હતા અને ત્યાંથી થરાદ-વડોદરા જતી બસમા વાસદ આવવા છેલ્લી સીટમા બેસી વાસદની ટીકીટ લીધી હતી
થરાદ-વડોદરા જતી બસમા મુસાફરી દરમિયાન તેમની બાજુમાં આવીને બેઠેલ એક મુસાફર અનિલકુમાર ને વેફર અને બીસ્કીટ તથા પાણીની પીવા માટે વારંવાર આગ્રહ કરતા હતા પરંતુ અનીલકુમારે ના પાડી દીધી હતી દરમિયાન સહ મુસાફરે અનીલકુમારના હાથમાં હાથ મારતા તેમનો મોબાઈલ નીચે પડી જતા અનિલકુમાર મોબાઈલ લેવા નીચે નમતા તેમના મોઢા પાસે તેનો હાથ રાખી કઈક સુધાડતા અનિલકુમાર બેભાન થઈ ગયા હતા.
થરાદ-વડોદરા જતી બસમાં મુસાફરી કરતા અનિલકુમાર બેભાન અવસ્થામાં વડોદરા સેંટ્રલ એસ.ટી ડેપો ખાતે આવી પહોંચતા બસના કંડક્ટરે તેમને જગાડતા તેઓ અર્ધબેભાન હાલતમાં બસથી નીચે ઉતરી નજીકના બાંકડે બેસી હતા અને જ્યારે સંપુર્ણ અનીલકુમાર હોશમાં આવતા ત્યારે તેઓ કારેલીબાગની એક ખાનગી હોસ્પિટલ માં દાખલ હતા એ દરમિયાન તેમના ખિસ્સામા મુકેલ રોકડ રૂપિયા 35 હજાર, ગળામા પહેરેલા 80 હજારની કિંમતની સોનાની ચેઈન તેમજ હાથ માં પહેરેલ 20 હજારની સોનાની વીંટી સહીત 1.35 લાખની મત્તા કાઢી લેતા વેપારીએ સયાજીગંજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.