Vadodara

પગાર ચૂકવવામાં થયેલ ભેદભાવને લઈ આશાવર્કર બહેનોએ મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત

Published

on

પગાર વધારાની લાંબી લડત બાદ આશા વર્કર બહેનોના પગારમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરાયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા માં કામ કરતી આશા વર્કરો ના પગારની ચુકવણીમાં થઈ રહેલ ભેદભાવને લઈ શુક્રવારે આશા વર્કર બહેનોએ મ્યુનિસિપલ કમિશનર ગેટની બહાર બેસી ગઈ થાળી વાટકી વગાડી રામધૂન કરી કોર્પોરેશન કમિશનરને આયોજનપત્ર આપી રજૂઆત કરી હતી

રાજ્યમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારાની માંગીને લઈ લાંબી લડત ચલાવવામાં આવી હતી જે લડત બાદ રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરાયો છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા માં કામ કરતી આશા વર્કર બહેનોને પગાર ચૂકવવામાં ભેદભાવ થઈ રહ્યો છે.

Advertisement

વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય અધિકારી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરી નોન શ્રમ વિસ્તારમાં રહેતી આશા વર્કર બહેનોને પગાર વધારો નહીં આપવાની જાહેરાત કરાઈ છે જેને લઇ નોન શ્રમ વિસ્તારમાં રહેતી આશાવર્કર બહેનો માં આરોગ્ય અમલદાર સામે રોષ જોવા મળી રહ્યો છે આશા વર્કર બહેનોએ એક સમાન કામ એક સમાન વેતનની રજૂઆત કરવા શુક્રવારે પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરના મુખ્ય ગેટના દરવાજે જમીન પર બેસી થાળી વાટકા વગાડી રામધૂન કરી વિરોધ નોંધાયો હતો અને મ્યુ કમિશનરને રજુઆત કરી હતી. આશા વર્કર બહેનોની રજૂઆત અંગે મ્યુનિસિપલ કમિશનર 15 દિવસમાં સરકારના જી.આર. પ્રમાણે યોગ્ય કરી આપવાની ખાત્રી આપી હતી

સમાન વેતન સમાન પગાર ની માંગની સાથે પ્રિન્સિપલ કમિશનર કચેરીએ રજૂઆત કરવા આવેલી આશા વર્કર બહેનોએ 15 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મ્યુનિસિપલ કમિશનર ગેટ ના દરવાજા ને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version