વડોદરામાં બાળ ભિક્ષુકો સામેના કાયદાનો નહીવત્ અમલ રહ્યો છે અને ટૂંકા સ્ટાફથી સમાજ કલ્યાણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતું આ દુષણ અટકવું થોડું મૂશ્કેલ છે ત્યારે આજે વડોદરા શહેર પોલીસના પોલીસ સ્ટેશન,એસીપી, એલસીબી ઉપરાંત શી ટીમ અને એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમના સંયુક્ત કામગીરી ને કારણે બાળ ભિક્ષુક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં સફળ રહ્યા આવા બાળ ભિક્ષુકો ભીખ માંગવાનું બંધ કરીને હક્કથી ભણી ગણી મહેનત કરીને રોટલો ખાતા થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી 39 જેટલા બાળ ભિક્ષુકોને 11 સ્થળ ઉપરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આ ડ્રાઈવ સતત ચાલતી રહેશે તેમ જ આવતીકાલે બાળ ભિક્ષુકો ના પરિવાર તેમના માટે કાઉન્સિલિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવશે જેથી તેઓ તેમના બાળકોને ભીખ માંગવા માટે મજબૂર નહીં કરે. સતત ચાલનારી આ ડ્રાઈવમાં તમામ બાળ ભિક્ષુકોને કેટેગરી વાઇઝ મૂકવામાં આવશે અને ત્યારબાદ તેઓને તેમના ઉમર પ્રમાણે સરકાર દ્વારા આગળનું શિક્ષણ મળી રહેશે જ્યારે જે વાલીઓ પોતાના બાળકોનો પુરાવો આપી નહીં શકે તેવા બાળકોના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે અને તેમણે તેમના મૂળ વાલીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે.
બાળ ભિક્ષુકોને મુખ્ય પ્રવાહમાં ભેળવવા કાર્યવાહીનો નિર્ણય થયો છે.બાળભિક્ષુકો માટે વડોદરા શહેર પોલીસ નો સરાહનીય માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. 39 બાળભિક્ષુકો ને સુરક્ષિત ગૃહ ખાતે ખસેડાયા છે ત્યારે, આવનારા સમયમાં આ ડ્રાઈવ સતત ચાલતી રહેશે જેથી અનેક બાળ ભિક્ષુકોને સુરક્ષિત અને સલામત રીતે બાળગૃહમાં ખસેડવામાં આવશે.
આ અભિયાન અંગે આજરોજ વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશ્નર ઝોન 3 ડૉ.લીના પાટીલ ની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.