વડોદરા શહેરના વારસિયા પોલીસ હદમાં આવેલા સાઈબાબા નગર સોસાયટીમાં બનાવ.કોમન પ્લોટમાં પાર્ક કરેલી કારને અસામાજિક તત્વોએ મધરાત્રે આગ ચાંપી.
સોસાયટીના રહીશો તરત જ બહાર આવી સ્થિતિ સંભાળવા દોડ્યા.
ફાયર બ્રિગેડને કોલ કરીને ફાયર લશ્કરોને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા.
CCTV ફૂટેજમાં કેટલાક શખ્સો વાહન પાસે જઈ આગ લગાવી નાસી જતા કેદ થયા.
વડોદરા શહેરના વારસિયા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સાઈબાબા નગરમાં કોમન પ્લોટમાં પાર્ક કરેલી કારમાં કેટલાક અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોઅને મધ્યરાત્રીએ જાણ થતા ફાયરબ્રિગેડમાં કોલ કરીને ફાયર લાશ્કરોને તત્કાલીક સ્થળ પર બોલાવીને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં CCTV તપાસતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોવાની જણાઈ આવતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં ઠેર ઠેર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. નાગરિકોની મિલકતોને નુકશાન પહોચાડતા તત્વો પોલીસની પકડથી દુર થઇ રહ્યા છે. જયારે જાહેરમાં મારામારી અને ગેંગ બનાવીને ફરતા તત્વો પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે. શહેરના સીટી પોલીસ સ્ટેશન અને વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાઈબાબા નગર સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના રહીશો દ્વારા વાહન પાર્ક કરવામાં આવે છે.
જે પાર્કિંગમાં ગત રાત્રીના આશરે દોઢ વાગ્યાના અરસામાં પાર્ક કરેલી ફોર વ્હીલર કારમાં આગ લાગતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. ઘટનાની તપાસ કરતા કેટલાક ઇસમો પાર્ક કરેલા વાહનો પાસે જઈને આગ ચાંપીને નાસી જતા હોવાનું CCTV કેમેરામાં કેદ થયું છે. વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જયારે સમગ્ર પ્રકરણમાં અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ સોસાયટીના રહીશો દ્વારા હાથ ધરવામાં આવી છે.