Gujarat

T20 વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર થતા જ આદિત્ય ઠાકરાનું અમદાવાદ પર મોટું નિવેદન!

Published

on

શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ 2026ના ટી20 વર્લ્ડ કપ ફાઈનલ માટે ફરી અમદાવાદને વેન્યૂ બનાવા અને  ICC પર ફેવરિટિઝમ અને રાજકીય પક્ષપાતના ગંભીર આક્ષેપ કર્યા

  • તેમણે સવાલ કર્યો કે લગભગ દરેક મોટું ફાઈનલ અમદાવાદમાં જ શા માટે કરાવવામાં આવે.
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમે પહેલેથી જ એક વર્લ્ડ કપ ફાઈનલ હોસ્ટ કરી છે, તેથી હવે અન્ય શહેરોને તક મળવી જોઈએ.
  • ફાઈનલ મેચો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું પસંદગી વિશિષ્ટ વ્યાપારિક અને આવકલક્ષી કારણો માટે અધિકારુપણે યોગ્ય ગણાય.

શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ આગામી ટી20 વર્લ્ડ કપ ફાઈનલને લઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – ICC – પર પક્ષપાતનો ગંભીર આરોપ લગાવ્યો છે.ઠાકરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને સવાલ ઉઠાવ્યો છે કે દરેક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ સતત અમદાવાદમાં જ કેમ યોજાઈ રહી છે? તેમની દલીલ છે કે અમદાવાદ પહેલેથી જ એક વર્લ્ડ કપ ફાઈનલની મેજબાની કરી ચૂક્યું છે અને હવે બીજાં પરંપરાગત ક્રિકેટ વેન્યૂને તક આપવી જોઈએ.

આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ માટે સૌથી યોગ્ય સ્થળ છે. તેમણે 2011ના વર્લ્ડ કપ ફાઈનલની યાદ અપાવતા કહ્યું કે વાનખેડે સ્ટેડિયમે ત્યારે ક્રિકેટ જગતને સૌથી યાદગાર ફાઈનલ આપી હતી.ઠાકરેએ સવાલ કર્યો કે, “દરેક ફાઈનલ અમદાવાદમાં જ કેમ? શું એ કોઈ પરંપરાગત ક્રિકેટ વેન્યૂ છે?” તેમની માંગ છે કે મુંબઈ, કોલકાતાનું ઈડન ગાર્ડન્સ, ચેન્નાઈનું એમએ ચિદંબરમ સ્ટેડિયમ અને મોહાલીનું આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ જેવા પ્રસિદ્ધ મેદાનોને પણ તક મળવી જોઈએ.

આદિત્ય ઠાકરેએ આઈસીસી સામે આક્ષેપ કરતાં કહ્યું કે વધતા ફેવરિટિઝમના કારણે પરંપરાગત ક્રિકેટ શહેરો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ક્રિકેટની ભાવના કરતાં રાજનીતિને વધુ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.

રિપોર્ટ્સ મુજબ વાનખેડે સ્ટેડિયમની બેઠક ક્ષમતા આશરે 33,500 જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા આશરે 1.32 લાખ છે, જેના આધારે મોટા ફાઈનલ માટે અમદાવાદને વ્યાવસાયિક રીતે ફાયદાકારક વિકલ્પ ગણાવવામાં આવે છે.

Trending

Exit mobile version