Vadodara

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Published

on

  • ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે
  • વડોદરાથી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો પ્રારંભ, વડોદરામાં ભવ્ય સ્વાગત બાદ આભાર વ્યક્ત કર્યો

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડોદરાની ધરતી પર પધારેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વાગત સન્માન યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં નારીશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વડોદરાની હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનશ્રીનું સ્વાગત અભિવાદન કરી તેમને બિરદાવ્યા હતા. રોડ શો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર તિરંગો, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દેતા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી. વડોદરામાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું કે, ‘Thank You Vadodara!’, આ મહાન શહેરમાં આવીને ખૂબ જ આનંદ થયો. એક શાનદાર રોડ શો હતો અને તે પણ સવારે! આશીર્વાદ આપનારા બધા લોકોનો આભાર.

https://x.com/narendramodi/status/1926893645921141214?t=iizAPiMBxUL1OLDj7c94mQ&s=19

જૂના એરપોર્ટથી એરફોર્સ સ્ટેશનના ગેટ સુધી યોજાયેલા આ રોડ શો દરમિયાન વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે વડોદરાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર નાસિક બેન્ડ સહિત વિવિધ બેન્ડથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનશ્રીનો રોડ શો શરૂ થયો હતો. રોડ શોના રૂટ પર હજારો મહિલાઓ સાથે બાળશક્તિઓએ પણ હાથમાં તિરંગો પકડીને વડાપ્રધાન શ્રી મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. આખા રોડ શોમાં ખીચોખીચ લોકો જોવા મળ્યા હતા. તમામે હસતા મોંઢે વડાપ્રધાન પર પુષ્પવર્ષા અથવા તો હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.

વડોદરામાં મળેલા ભવ્ય આવકાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર પર પ્રતિક્રિય આપી હતી. જેમાં તેમણે લખ્યું કે, ‘Thank You Vadodara!’ આ મહાન શહેરમાં આવીને ખૂબ જ આનંદ થયો. એક શાનદાર રોડ શો હતો અને તે પણ સવારે! આશીર્વાદ આપનારા બધા લોકોનો આભાર.

Trending

Exit mobile version