Vadodara

શહેરના છાયા પૂરી રેલવે સ્ટેશન પર આજથી એક્સલેટર અને નવા આરો પ્લાન્ટ સેવાની શરૂઆત

Published

on

વડોદરા શહેરના છાયા પૂરી રેલવે સ્ટેશન પર આજથી એક્સલેટર સેવાની શરૂઆત કરાઈ છે.જેમાં વડોદરાના સાંસદ ડોક્ટરે હેમાંગ જોશીના હસ્તે એક્સેલેટરનો શુભારંભ કરાવ્યો

  • નવા આરો પ્લાન્ટ શુભારંભ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે થયો.
  • સાંસદ ડોક્ટરે માંગ જોશીના હસ્તે એક્સેલેટરનો શુભારંભ કરાવ્યો
  • સાંસદે રેલવે પ્લેટફોર્મ પર ઝાડુ મારી કચરો સાફ-સફાઈ પણ કર્યો હતો

વડોદરા શહેરના છાયા પૂરી રેલવે સ્ટેશન ખાતે આજે નવા એક્સલેટર ફૂટ ઓવર બ્રિજ સહિત પીવાના પાણી માટે નવા આરો પ્લાન્ટ નો શુભારંભ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના છાયા પૂરી રેલવે સ્ટેશન પર આજથી એક્સલેટર સેવાની શરૂઆત કરાઈ છે.જેમાં વડોદરાના સાંસદ ડોક્ટરે માંગ જોશીના હસ્તે એક્સેલેટરનો શુભારંભ કરાવ્યો હતો. હતો.આ પ્રસંગે વેસ્ટન રેલવેના ડીઆરએમ રાજુ પ્રભાકર ભડકે તેમજ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ હેમાંગ જોશીએ શ્રીફળ વધેરી તકતીનું અનાવરણ કર્યા બાદ એક્સલેટર શરૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મુસાફરોને શુદ્ધ પાણીની સુવિધા આપવા માટે પ્લેટફોર્મ પર આરો પ્લાન્ટનો પ્રારંભ કરાયો તો સાથે છાયાપૂરી રેલવે સ્ટેશન ખાતે સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. જેમાં સાંસદે રેલવે પ્લેટફોર્મ પર ઝાડુ મારી કચરો સાફ-સફાઈ કર્યો હતો. જેમાં રેલ્વે ડીઆરએમ સહિતના મહાનુભાવો સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સફાઈ કાર્ય બાદ સફાઈ સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે,સ્વચ્છ રેલ્વે સ્ટેશનના ક્રમાંકમાં વડોદરા હંમેશા ટોપ ટેન માં રહ્યું છે.

Trending

Exit mobile version