Vadodara

કાળની કહાની તો જુઓ, 8 વર્ષે દુબઇથી વડોદરા આવેલી મહિલાએ જીવ ગુમાવ્યો, એકના એક પુત્રને MBBSમાં એડમિશન મળ્યાની પૂજા કરાવ્યાના બે દિવસ બાદ પુત્રનું મોત

Published

on

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે અકસ્માતમાં વડોદરાના તબીબી વિદ્યાર્થીએ જીવ ખોયો છે કાળજું કંપાવી મુકનાર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેની કરુણાંતિકાથી પરિવારોમાં માતમ છવાયો છે, આ અક્સમાતમાં વડોદરાના વારસિયા રિંગરોડ પર રહેતા અને ભરૂચમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં ભણતા નીલકુમાર મુકેશભાઈ ભોજાણીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

એકના એક પુત્રને એમબીબીએસમાં એડમિશન મળતા ખુશીમાં પૂજા રાખવામાં આવી હતી, પણ કોણે ખબર હતી કે પૂજાના બે દિવસ બાદ આ કરુણાંતિકા સર્જાશે. ઘટનાને પગલે પરિવાર સાથે સોસાયટીમાં ઘેરાશોકની લાગણી ફેલાઈ ગઈ છે, નીલની સાથે વડોદરાના જયશ્રી બેન મિસ્ત્રીનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું

Advertisement

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેની કરુણાંતિકામાં વડોદરાના વારસિયાના જયશ્રીબેન મિસ્ત્રીની મરણચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં કામ કરતા જયશ્રીબેન મિસ્ત્રી બે દિવસ પછી દુબઈ પાછા ફરવાના હતા, પરંતુ એ પહેલા જ કાળ એમને ભરખી ગયો. દુબઇ જતા પહેલા અમદાવાદ માતાજીની દર્શનની ઈચ્છા અધૂરી અને આખરી બની રહી, જયશ્રીબેન પૌત્રના ઘરે દીકરીનો જન્મ થતા દુબઈથી પારણે ઝુલાવવા આવ્યા હતા, કાળક્રમે ખાનગી શટલ પેસેન્જર તરીકેની તેઓની આ મુસાફરી અંતિમ બની રહી હતી. જયશ્રેબેનના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Advertisement

Trending

Exit mobile version