કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડા VUDA દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનોની જર્જરિત હાલતનો વધુ એક કિસ્સો સામે આવ્યો
- આ ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર સીધો સ્લેબ પડ્યો હતો.
- આશરે 15 વર્ષ પહેલાં જ બનાવેલ,આ ઘટનાથી મકાનોની નબળી ગુણવત્તા અને સમારકામના અભાવની પોલ ખુલ્લી પડી.
- આવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વુડા અને સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ માંગણી.
જ્યારે આ છત તૂટવાની ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર સીધો સ્લેબ પડ્યો હતો. જોકે, ગંભીર ઇજા થતાં પહેલાં જ દંપતીનો સદનસીબે બચાવ થયો હતો. છતનું માત્ર પ્લાસ્ટર જ નહીં, પરંતુ મોટો સ્લેબનો ભાગ તૂટી પડતાં આ ઘટના બની.
વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડા VUDA દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનોની જર્જરિત હાલતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આવાસ યોજનાના એક મકાનની છતનો સ્લેબ અચાનક તૂટી પડતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી મકાનોની નબળી ગુણવત્તા અને સમારકામના અભાવની પોલ ખુલ્લી પડી છે. આ આવાસ યોજનાના મકાનો આશરે 15 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યા હતા, તેમ છતાં તેમની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે.
જ્યારે આજે છત તૂટવાની આ ઘટનામાં મકાનમાં રહેતા દંપતી પર સીધો સ્લેબ પડ્યો હતો. જોકે, ગંભીર ઇજા થતાં પહેલાં જ દંપતીનો સદનસીબે ચમત્કારિક બચાવ થયો હતો. છતનું માત્ર પ્લાસ્ટર જ નહીં, પરંતુ મોટો સ્લેબનો ભાગ તૂટી પડતાં આ ઘટનાની ગંભીરતા વધી ગઈ હતી. આ ઘટનાએ રહેવાસીઓમાં ગંભીર ભય પેદા કર્યો છે. લોકોનું કહેવું છે કે જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત કે બાળકો આસપાસ રમતા હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
શહેરમાં વુડા દ્વારા નિર્મિત આ આવાસ યોજનાના મકાનોની અત્યંત જર્જરિત હાલતને કારણે રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયેલો છે. 15 વર્ષના ટૂંકા ગાળામાં જ મકાનો રહેવાલાયક ન રહે અને છત તૂટવા લાગે તે વુડાના બાંધકામની ગુણવત્તા અને સમારકામની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે તમામ જર્જરિત મકાનોનું સમારકામ કરવા અને આવાસોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વુડા અને સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને