Vadodara

TRB ગેમઝોન જેવી નિષ્કાળજીનું પુનરાવર્તન : ક્રેડાઈના મહાકુંભમાં ઈમરજન્સી એક્ઝીટમાં અનેક અવરોધ છતાંય NOC મળી ગઈ !

Published

on

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ તો વડોદરાના લોકોને સુરક્ષા અને સલામતીની પરવાહ કર્યા વગર બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરના હવાલે મુકી દીધી છે. તેમની આ બેદરકારી ક્યારેક વડોદરાની જનતાને ભારે પડી શકે છે . શહેરના નવલખી મેદાન ખાતે હાલ ક્રેડાઇ વડોદરા પ્રોપર્ટી શો ચાલી રહ્યો છે જ્યાં ફાયરને લગતા વખતો વખત સરકારે આપેલા નિર્દેશોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે અને નવાઇની વાત એ છે કે, ચીફ ફાયર ઓફિસરે આ ક્રેડાઇ પ્રોપર્ટી શોને એનઓસી પણ આપી દીધી છે. ક્રેડાઇના આ પ્રોપર્ટી શોમાં કોઇ પણ પ્રકારની ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાયું નથી.

મહાકુંભના લોભામણા નામે શરુ થયેલા પ્રોપર્ટી શો કે જ્યાં રોજ હજારો લોકો એકત્ર થાય છે ત્યાં નિયમોને નેવે મુકીને કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે. આવા કિસ્સામાં યોગ્ય ચકાસણી વિના જ ચીફ ફાયર ઓફિસરે એનઓસી આપી દીધી છે. જો ક્રેડાઇ વડોદરાએ ફાયરને લગતી કોઇ પણ પ્રકારની સુવિધા ના કરી હોય તો આ એનઓસી શું કામની છે તેવી ચર્ચા શહેરભમાં ચાલી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હાઇકોર્ટે અવાર નવાર ટકોર કરેલી છે કે જ્યાં પણ લોકોની ભીડ વધુ એકત્રીત થતી હોય તો ત્યાં અચૂક ફાયર સેફ્ટીને લગતાં નિયમોનું પાલન થવું જ જોઇએ.

Advertisement

પણ ક્રેડાઈના આયોજનમાં નિયમોનો છડેચોક ભંગ થતો હોય તેમ દેખાઈ રહ્યું છે. જ્યાં ઈમરજન્સી એક્ઝીટ આપવામાં આવી છે. ત્યાં રસ્તામાં અનેક અવરોધ મૂકી દેવામાં આવ્યા છે. રોજીંદા હજારો લોકો જ્યાં વિઝીટ કરતા હોય ત્યાં અઆપત્કાલીન સ્થિતિ સર્જાય તો ઈમરજન્સી એક્ઝીટ શોધીને તેમાંથી સહી સલામતબહાર નીકળવાનો વારો આવે તો આ અવરોધોને કારણે લોકો બહાર પણ ન નીકળી શકે તેવી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહિ આવી અસુરક્ષિત કામગીરી આખે ઉડીને વળગે તેવી હોવા છતાય નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસરે તમામ આયોજનને NOC આપી દીધી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં થયેલા TRB ગેમઝોનના અગ્નિકાંડ સમયે ઈમરજન્સી એક્ઝીટ માંથી બાળકો અને મુલાકતીઓ બાહર નીકળી નહિ શકતા અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. ત્યારે આવી નિષ્કાળજીનું પુનરાવર્તન વડોદરામાં થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. “ગૃહ પ્રવેશ” જેવા ભારે ભારે શબ્દોનો ઉપયોગ કરનાર આયોજકો દ્વારા આપાતકાલીન ગૃહ નિકાશ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. મહાકુંભના નામે પ્રચાર કરતા આયોજકોએ તાજેતરમાં મહાકુંભમાં સર્જાયેલી ભાગદોડની ઘટનાથી પણ બોધપાઠ લેવાનું જરૂરી સમજ્યું નથી.

Advertisement

Trending

Exit mobile version