Vadodara

ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો ખાય કર્યો આપઘાત

Published

on


ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે. એકનો એક મોભી ગુમાવ્યો હોય પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા. જ્યારે સ્યુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે. જેઓને ઓનલાઇન ગેમ રમવાનો ખુબ જ શોખ હતો. આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી. જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિઢાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવા દોરી ટૂંકાવી લીધી હતી.

બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિઢા પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સ્યુસાઇડ નોટ કબ્જે કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version