ભાયલી રોડ સ્પ્રિંગ એક્ષોટિકામાં રહેતા અને ઇલેક્ટ્રિક કન્સલ્ટન્સીનું કામ કરતા 61 વર્ષના જોયબ્રતો મુખરજી શાંતીમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને 35.30 લાખ પડાવિયા.
- ટ્રેડિંગ કરવાથી 10 ટકા કમિશન મળશે. મને ટ્રેડિંગ કરવાની ઇચ્છા થતા તેઓના કહેવાથી મેં એક વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું.
- તેઓએ મારી પાસેથી કુલ 36.30 લાખ લીધા હતા. જે પૈકી 1.20 લાખ પરત આપ્યા.
Sebi ના બનાવટી દસ્તાવેજો ઇન્વેસ્ટરને મોકલી વિશ્વાસમાં લઇ ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને 35.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ભાયલી રોડ સ્પ્રિંગ એક્ષોટિકામાં રહેતા અને ઇલેક્ટ્રિક કન્સલ્ટન્સીનું કામ કરતા 61 વર્ષના જોયબ્રતો મુખરજી શાંતીમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 22મી તારીખે એક વોટ્સએપ ગુ્રપમાં જોડાવાનો મેસેજ આવતા હું ક્લિક કરીને ગુ્રપમાં જોડાયો હતો. તે ગ્રુપમાં 93 મેમ્બર્સ હતા. તા. 12-07-2025ના રોજ કસ્ટમર રિલેશનશિપ મેનેજર તરીકે સહાના આયંગરના નંબર પર્સનલ ચેટ કરીને જાણવા મળ્યું હતું કે, તેઓ એનજે ગ્રુપ સ્ટોક ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, ટ્રેડિંગ કરવાથી 10 ટકા કમિશન મળશે. મને ટ્રેડિંગ કરવાની ઇચ્છા થતા તેઓના કહેવાથી મેં એક વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જ્યારે તેઓએ મોકલેલા બેંક એકાઉન્ટમાં મેં 6 લાખ ભર્યા હતા. તેઓએ મને 1.20 લાખ પરત આપતા મને તેઓ પર ભરોસો આવ્યો હતો. તેઓએ મારી પાસેથી કુલ 36.30 લાખ લીધા હતા. જે પૈકી 1.20 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 35.30 લાખ પરત આપ્યા નહોતા. આ રૂપિયા તેમની વેબસાઇટમાં 2.75 કરોડ દેખાતા હતા. જેમાંથી 60 લાખ ઉપાડવા પ્રયાસ કર્યો હતો. જેથી, મેં કસ્ટર કેરમાં સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમે 23.90 લાખ રૂપિયા ભરશો તો રકમ ઉપાડી શકશો.