Vadodara

વડોદરા NDRF 6 બટાલીયનની 6 ટીમને અત્યાધુનિક રેસ્ક્યુ સાધનો સાથે સમગ્ર રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી

Published

on

હવામાન વિભાગ દ્ધારા સમગ્ર રાજયમાં ભારેથી અતિભારે વરસાદીની આગાહીના પગલે વડોદરા NDRF 6 બટાલીયની 6 ટીમને અત્યાધુનિક રેસ્ક્યુ સાધનો સાથે સમગ્ર રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી છે.

પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહેસાણા, નવસારી, રાજકોટ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, વલસાડ, ગીરસોમનાથ સહીત દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને વડોદરાના જરોદમાં આવેલ NDRF ના હેડ કાવટર્સ ખાતે NDRF બટાલિયન 06ની 6 ટીમને 6 જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે અને જરૂર પડશે તો વધુ ટીમોને પણ મોકલવામાં આવશે.

Advertisement

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે જરોદ ખાતે થી અત્યાધુનિક રેસ્ક્યુ સાધનો થી સજ્જ NDRFની ટીમો અલગ અલગ જિલ્લા માં તૈનાત કરવામાં આવી છે જેમાં રાજકોટ- 1 ટીમ, કચ્છ- 1 ટીમ, નવસારી- 1 ટીમ, ગીર સોમનાથ- 1 ટીમ વલસાડ- 1 ટીમ અને અમરેલી- 1 ટીમ આ પ્રત્યેક ટિમ માં 25 સદસ્યો હોય છે. જે રેસ્ક્યુ સામગ્રી સાથે સજ્જ હોય છે.

એનડીઆરએફ દ્વારા ચક્રવાત હોય, ભારે વરસાદ હોય કે પછી ભૂકંપ જેવી કોઈ પણ કુદરતી આપત્તિ સમયે કામ કરવા માટે તત્પર હોય છે. હાલ ગુજરાત ઉપર અતિભારે વરસાદના સંકટ ને લઈને એનડીઆરએફ ની ટિમોને એલર્ટ રહેવાની સૂચના મળતાની સાથે જ એનડીઆરએફની ટીમ એલર્ટ થઈ ગઈ હતી. અને આદેશ મળતાની સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં જવા માટેની બસ ઉપરાંત સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો, દોરડું, ટોર્ચ, રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ જેવા સાધનો સાથે સજજ થઇ ગઈ હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version