- પાંચ ઝોનમાં ફક્ત એક જ ઉમેદવારી નોંધાતા ચૂંટણી પહેલા જ બિનહરીફ!
વડોદરા જીલ્લા ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન 15 ઝોન માંથી 32 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. જે પૈકી પાંચ ઝોનમાં ફક્ત એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા પાંચ બેઠકો ચુંટણી યોજાય તે પહેલા બિન હરીફ થવા પામી છે. મહત્વની વાત એ છે કે બે જિલ્લાને આવરી લેતી સહકારી સંસ્થામાં ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા ત્યાં સુધી ભાજપે મેન્ડેટ જાહેર કર્યા નથી. જેના કારણે સહકરી અગ્રણીઓ એ મનફાવે તે રીતે માનીતા ઉમેદવારોની પેનલ કરીને ઉમેદવારી ફોર્મ ભરી દેતા જીલ્લા ભાજપ સંગઠન સમગ્ર પ્રક્રિયામાં ઊંઘતું ઝડપાયું છે.
ઝોન-૦૧ / વડોદરા શહેર : નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ(નિયો), પાર્થિવ શૈલેષભાઈ પટેલ
ઝોન-૦૨ / વડોદરા તાલુકો :યોગેશભાઈ ચીમનભાઈ પટેલ
ગોન-૦૩ / સાવલી: જયેન્દ્રભાઈ મંગળભાઈ પટેલ, નટવરસિંહ મોતિસિંહ સોલંકી
ઝોન-૦૪ / ડેસર: જયેશભાઈ જયંતિભાઈ પટેલ
ઝોન – ૦૫ / પાદરા : પિનાકિનભાઈ કનુભાઈ પટેલ,ચંદ્રકાન્તભાઈ પરસોત્તમભાઈ પટેલ,રાજેન્દ્રભાઈ અશ્વિનભાઈ પટેલ, ચંદ્રેશભાઈ બચુભાઈ પટેલ
ઝોન -૦૬ / વાઘોડિયા : મહેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર, હરિકૃષ્ણભાઈ પ્રવિણભાઈ પટેલ, છત્રસિંહ ચંદ્રસિંહ ઠાકોર
ઝોન -૦૭ / સંખેડા: ભાવેશ દિનેશભાઈ પટેલ
ઝોન-૦૮/ જે.પાવી: કૌશિકભાઈ મનહરભાઈ પટેલ, ઉમેશભાઈ શાંતિલાલ શાહ, દિપેશભાઈ શાંતિલાલ શાહ,નયનાબેન દિપેશભાઈ શાહ
ઝોન-૦૯ / કવાંટ: અતુલભાઈ ચંદુભાઈ પટેલ,કરણભાઈ યજ્ઞેશભાઈ પટેલ
ઝોન-૧૦ / નસવાડી : લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી
ઝોન – ૧૧ / ડભોઈ -૧: ઉમેશભાઈ રમણભાઈ પટેલ, દિલિપભાઈ ભાઈલાલભાઈ પટેલ
ઝોન – ૧૨ / ડભોઈ -૨: ઉમેશભાઈ રમણભાઈ પટેલ, દિનેશભાઈ રમણભાઈ પટેલ
ઝોન – ૧૩ / શિનોર : ચંદ્રવદન મનુભાઈ પટેલ
ઝોન -૧૪ / કરજણ-૧ : ધર્મેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, વિશાલભાઈ હર્ષદભાઈ પટેલ
ઝોન -૧૫ / કરજણ – 2 : ધ્રુવલ સતિષભાઈ પટેલ(નિશાળિયા)
મહત્વનું છે કે ,જીલ્લા કક્ષાની સહકારી ચુંટણીમાં સંકલનના અભાવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા સુધી ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. અહી ઉમેદવારી કરનાર મોટા ભાગના ભાજપ સાથે સંકળાયેલા છે. ત્યારે કેટલાક ઝોનમાં સંગઠનની દરમિયાનગીરીના અભાવે ભાજપ વિરુદ્ધ ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
આગામી 12 તારીખે ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ 14તારીખે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે, 19 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાના રહેશે. જ્યારે 19 તારીખે અંતિમ યાદી પ્રમાણે 28 નવેમ્બરના રોજ ચૂંટણી યોજીને 29 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.