Vadodara

ભરુચ-વડોદરા ટ્રેક ઉપર હિટ એન્ડ રનના ગોઝારા અકસ્માતમાં 28 વર્ષીય યુવકનું મોત અજાણ્યો કાર ચાલક ફરાર પોલીસે તપાસ હાથ ધરી

Published

on

સમગ્ર રાજ્ય સહીત વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસો થી અકસ્માતોની ઘટનાઓમાં થઇ રહેલ વધારો ચિંતાજનક છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર બનેલા હિટ એન્ડ રનના ગોઝારા અકસ્માતમાં નવ નિર્દોષ લોકોએ પોતાના જીવની આહુતિ આપ્યાની ઘટના હજુ લોકોના મન પર થી વિસરાઈ નથી ત્યારે વડોદરાના કરજણ હાઇવે પર રસ્તો ઓળગી રહેલ 28 વર્ષીય યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના ભાલુસણા ગામે પરમાર વાસમાં રહેતો 28 વર્ષીય અજયભાઇ જયેશભાઇ પરમાર 15 દિવસ પહેલા રોજગારીની શોધમાં વડોદરાના કરજણ તાલુકા ખાતે આવ્યો હતો અને કરજણના
સાંસરોદ ગામે આવેલ ગેલેક્ષી હોટલ ઉપર સાફ સફાઇની નોકરી મળતા હોટલ પર જ રહેતો હતો જોકે અજયભાઇને અન્ય હોટલમાં વધુ વેતનની નોકરી મળતા તેઓ ગતરોજ ગેલેક્ષી હોટલ ઉપર તેમનો હિસાબ કરી તેમનું 15 દિવસનું વેતન લઇ નોકરી છોડી અન્ય નોકરી કરવા માટે નીકળ્યા હતા

અજયભાઇ ચાલતા ચાલતા સપના હોટલ સામે આવેલ ભરુચ વડોદરા ટ્રેક ઉપર પહોંચ્યા હતા અને રોડ ઓળગી રહ્યા હતા દરમિયાન ભરુચ-વડોદરા ટ્રેક ઉપર પુરઝડપે આવી રહેલ અજાણ્યા વાહનના ચાલકે અજયભાઇને અડફેટે લેતા તેઓ ફૂટબોલની માફક હવમાં ફંગોળાઈ રોડ પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ગોઝારો અકસ્માતના પગલે કરજણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઇ પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે

Trending

Exit mobile version