ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો શાનદાર દેખાવ.
- દીપક હલવાઈએ 22 ઓપન સાઈટ રાયફલ માસ્ટર મેન ઈન્ડીવિઝયુઅલમાં સુવર્ણ ચંદ્રક વિજેતા.
- સુરજ પૃથાપસિંહ પરમાર: 50 મીટર રાયફલ પ્રોન યુથ મેન ઈન્ડીવીઝઅલમાં રજત ચંદ્રક અને જુનિયર મેન ઈન્ડીવીઝઅલમાં કાસ્ય ચંદ્રક વિજેતા.
વડોદરા જિલ્લામાંથી કુલ 15 શૂટરોએ ભોપાલ ખાતે યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી.માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરા જિલ્લાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો હતો. બરોડા રાયફલ કલબના શૂટર દીપક હલવાઈએ 22 ઓપન સાઈટ રાયફલ માસ્ટર મેન ઈન્ડીવિઝયુઅલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેમણે આ સ્પર્ધામાં સતત પાંચમો સુવર્ણ ચંદ્રક મેળવતા શહેરનું ગૌરવ વધાર્યું છે.
તેમજ સુરજ પ્રતાપસિંહ પરમારે 50 મીટર રાયફલ પ્રોન યુથ મેન ઈન્ડીવિઝયુઅલ ઈવેન્ટમાં રજત ચંદ્રક તથા 50 મીટર રાયફલ પ્રોન જુનિયર મેન ઈન્ડીવિઝયુઅલ ઈવેન્ટમાં કાસ્ય ચંદ્રક હાંસલ કર્યા હતા.