બાંગ્લાદેશમાં 17-24 નવેમ્બર દરમિયાન યોજાયેલ દ્વિતીય મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતે ચાઇનીઝ તાઈપેની ટીમને હરાવી વિજય મેળવ્યો.
- સોનાલી શિંગટેએ શાનદાર પ્રદર્શન કરીને ટીમના વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
- સોનાલી મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપે છે.
બાંગ્લાદેશમાં યોજાયેલા દ્વિતીય મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતે રોમાંચક ફાઈનલમાં ચાઇનીઝ તાઈપેની ટીમને હરાવી ભવ્ય વિજય મેળવી બતાવ્યો. ખાસ વાત એ છે કે ભારતીય ટીમમાં રમતી પશ્ચિમ રેલ્વેની સોનાલી શિંગટેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને સૌએ વખણાવ્યું.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, સોનાલી શિંગટે, જે મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર છે, એ પોતાની રાઇટ રેડર ભૂમિકા નિભાવી ટીમ વિજેતા થવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ સફળતા પશ્ચિમ રેલ્વે માટે ગર્વની વાત છે અને સમગ્ર રેલ્વે પરિવાર માટે સન્માનરૂપ છે.પશ્ચિમ રેલ્વે દ્વારા ભારતીય મહિલા કબડ્ડી ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સોનાલી શિંગટેનું આ પ્રેરણાદાયક દમદાર પ્રદર્શન ખાસ કરીને યુવતીઓ માટે એક પ્રેરણા બની રહેશે.