Sports

India એ બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બે રજત ચંદ્રક જીત્યા

Published

on

ભારતે ગઈકાલે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ-2025માં બે રજત ચંદ્રક જીત્યા. મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં રીનાએ જ્યારે પ્રિયા મલિક 76 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.

આ દરમિયાન 2024 કેડેટ વિશ્વ ચેમ્પિયન અને વર્તમાન અંડર-20 એશિયન ચેમ્પિયન કાજલે 72 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 5 થઈ છે જેમાં એક સુવર્ણ અને ચાર રજત ચંદ્રકોનો સમાવેશ થાય છે.

Advertisement

ગયા વર્ષે સ્પેનમાં યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતે એક સુવર્ણ, એક રજત અને પાંચ કાંસ્ય સહિત કુલ સાત ચંદ્રકો જીત્યા હતા. જ્યોતિ બેરવાલે મહિલાઓની 76 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે

Advertisement

Trending

Exit mobile version