Sports

ભારત–દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણી 30 નવેમ્બરથી શરૂ: હાર બાદ ટીમ ઈન્ડિયા માટે મજબૂત વાપસીનો મોકો

Published

on

ટેસ્ટ શ્રેણીમાં નિરાશાજનક હાર બાદ હવે ટીમ ઈન્ડિયા વનડે ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાને આવતીકાલથી ટક્કર આપવા તૈયાર છે. ત્રણ મેચની આ વનડે શ્રેણી 30 નવેમ્બરથી શરૂ થશે. ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ બંને માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, કારણ કે ટેસ્ટમાં મળેલી હારનો દબાણ હવે સફેદ બોલની આ સિરીઝમાં ઘટાડવો છે.

શ્રેણીની પ્રથમ વનડે રાંચીમાં રમાશે, જ્યાં પિચ પર સામાન્ય રીતે સ્પિનર અને મધ્યમ ગતિના બોલરોને મદદ મળી રહે છે. ટીમ ઈન્ડિયા માટે આ અજોડ તક છે કે તેઓ ગૃહભૂમિ પર જીતનો લય પાછો મેળવી શકે.

નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે બહાર છે, તેથી પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફારો થશે. શુભમન ગિલના બહાર થયા પછી યશસ્વી જયસ્વાલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરશે તે લગભગ નક્કી છે. જયસ્વાલે છેલ્લા કેટલાક મહિનામાં લાલ બોલમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે

કેવી હોઈ શકે ભારતની સંભાવિત પ્લેઇંગ 11?

કપ્તાન અને કોચિંગ સ્ટાફ પ્રથમ વનડે માટે કમ્બિનેશન પસંદ કરવાની પ્રક્રિયામાં છે. ઉપલબ્ધ ખેલાડીઓ અને ફોર્મને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ નીચે મુજબની સંભાવિત પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતરી શકે છે:

1.યશસ્વી જયસ્વાલ /કેપ્ટન રોહિત શર્મા –  ઇનિંગની શરૂઆત કરશે તે લગભગ નક્કી,ફોર્મમાં છે, ટોપ ઓર્ડરની રીડ.


2.  ઋતુ રાજ ગાયકવાડ– આક્રમક શરૂઆત આપવાની ક્ષમતા.


3. શ્રેયસ અય્યર – મધ્યક્રમનો મુખ્ય આધાર.


4. સૂર્યકુમાર યાદવ – ઝડપી રનની જરૂર હોય ત્યારે મહત્વનો ખેલાડી.


5. કેએલ રાહુલ (વિકેટકીપર) – સ્ટેબિલિટી સાથે અનુભવ.


6. હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન) – ઓલરાઉન્ડ પ્રદર્શનની આશા.


7. રવિન્દ્ર જાડેજા – બોલિંગ તેમજ બેટિંગ બંનેમાં બેલેન્સ આપે.


8. કુલદીપ યાદવ – સ્પિન વિભાગમાં મહત્વની ભૂમિકા.


9. મોહમ્મદ સિરાજ – નવી બોલ સાથે ઘાતક.


10. અર્શદીપ સિંહ – ડેથ ઓવર્સમાં ઉપયોગી.


11. પ્રસિદ્ધ કૃષ્ણ – હાઈ-પેસ એટેકને મજબૂત બનાવે.


ભારત માટે આ શ્રેણી વર્લ્ડ કપ પછી સફેદ બોલમાં પોતાની દબદબો સાબિત કરવાની તક છે.દક્ષિણ આફ્રિકાની ટીમ પણ વિદેશી જમીન પર જીત મેળવવા ઉત્સુક છે.બંને ટીમો માટે આ શ્રેણી આવતા મોટા ટૂર્નામેન્ટ્સની તૈયારીનો ભાગ બની રહેવાની છે.


રાંચીમાં 30 નવેમ્બરના પ્રથમ વનડે સાથે બંને ટીમો વચ્ચે તોફાની ટક્કર જોવાશે તેવી આશા છે. ભારતીય ચાહકો પણ ટેસ્ટની હાર ભૂલાવીને આ વનડે સિરીઝમાં જીતની રાહ જોઈ રહ્યા છે.

Trending

Exit mobile version