Sports

શ્રેયસ અય્યરની તબિયત અંગે BCCIનો અહેવાલ: ICUમાં સારવાર બાદ હાલત સ્થિર

Published

on

ODI મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં

  • શ્રેયસ ઐયરને સિડનીની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યો
  • પાંચથી સાત દિવસ સુધી હૉસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા
  • મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જાણ.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ODI વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઇન્ટરનેશનલ(ODI) મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ(Internal Bleeding) થતાં, તેને સિડનીની એક હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં દાખલ કરવામાં આવ્યો છે. આગામી પાંચથી સાત દિવસ સુધી હૉસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા છે.

મળેલ માહિતી અનુસાર, શ્રેયસ ઐયરને શનિવારે (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા બાદ તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 25 ઓક્ટોબરે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને એક ગંભીર ઇજા થઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેને લઈને હવે BCCI દ્વારા અપડેટ આપવામાં આવી છે. 

શ્રેયસ ઐય્યરને સ્પ્લિન એટલે કે બરોળના ભાગે ઇજા થઈ છે. જેની સારવાર કરવામાં આવી રહી છે. BCCI એ જણાવ્યું છે કે તેની તબિયત હાલ સ્થિર છે અને ઝડપથી રિકવર થઈ રહ્યો છે. સિડની અને ઇન્ડિયાના સ્પેશ્યાલિસ્ટ્સ સાથે BCCI ની મેડિકલ ટીમ પણ તેની સારવાર અંગે સતત અપડેટ લઈ રહી છે. ભારતીય ડોક્ટર્સની ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં તેની સારવાર દરમિયાન સાથે જ રહેશે.

Trending

Exit mobile version