રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર આરોપ મૂકતાં કહ્યું કે, હું તમામ સચોટ પુરાવા સાથે કહુ છું કે, જ્ઞાનેશ કુમાર દેશના વોટ ચોરોનું રક્ષણ કરી રહ્યા છે. લઘુમતી, દલિત, ઓબીસી કેટેગરીના વોટ ચોરી થઈ રહ્યા છે.
પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થયા બાદ રાહુલે દાવો કર્યો હતોકે, તેમનો પક્ષ ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’નો ખુલાસો કરશે
કર્ણાટકના આલંદમાં 6018 મતદારોના નામ દૂર કરી દેવામાં આવ્યા.
આજે રાહુલ ગાંધી હાઈડ્રોજન બોમ્બ ફોડવાના છે. આજે સવારે 10 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ભવન ઓડિટોરિયમ માં પ્રેસ કોન્ફરન્સ યોજી હાઈડ્રોજન બોમ્બ ફોડશે. તેમાં તેઓ વોટ ચોરી સંબંધિત નવા પુરાવા જાહેર શરૂ કરી શકે છે. પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થયા બાદ રાહુલે દાવો કર્યો હતો કે, તેમનો પક્ષ ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’નો ખુલાસો કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કર્ણાટકમાં વોટ ચોરીના કેસની તપાસ કરી રહેલી CID એ છેલ્લા 18 મહિનામાં ચૂંટણી પંચને 18 વખત પત્રો લખ્યા છે, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. રાહુલે વિગતો આપતા કહ્યું કે, 23 ફેબ્રુઆરીએ FIR દાખલ થયા પછી તરત જ, માર્ચમાં CID એ ચૂંટણી પંચ પાસેથી વ્યવહારો અને નંબરોની સંપૂર્ણ વિગતો માંગી હતી, પરંતુ ઓગસ્ટમાં અધૂરો અને બિનઉપયોગી જવાબ મળ્યો. ત્યારબાદ, 24 જાન્યુઆરીએ અને 25 સપ્ટેમ્બર સુધી કુલ 18 રીમાઇન્ડર પત્રો મોકલવામાં આવ્યા, જેમાં કર્ણાટકના ચીફ ઇલેક્શન કમિશનરે પણ પત્ર લખ્યો, છતાં કોઈ માહિતી આપવામાં આવી નહી. આના પરથી રાહુલે સીધા જ જ્ઞાનેશ કુમાર પર વોટ ચોરોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો, અને ભારપૂર્વક કહ્યું કે આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વોટ ચોરીનું કાર્ય કેન્દ્રીય સ્તરે, મોટા પાયે અને નોંધપાત્ર સંસાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે.,
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ગોડાબાઈનો વીડિયો બતાવી વોટ ચોરી મુદ્દે વાત શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, હું પુરાવા સાથે મારી વાત કહી રહ્યો છું. દેશના દલિત અને ઓબીસી ટાર્ગેટમાં છે. હું આપણા દેશ અને બંધારણને પ્રેમ કરુ છું. હું બંધારણની રક્ષા કરીશ. કર્ણાટકના આલંદમાં 6018 મતદારોના નામ દૂર કરી દેવામાં આવ્યા.
Advertisement
રાહુલ ગાંધીના ‘હાઈડ્રોજન બોમ્બ’ ના નિવેદન પર શરદ પવારે જણાવ્યું કે, દેશની નોન-ભાજપ પાર્ટીઓએ પહેલી વાર આ મુદ્દે સંસદની બહાર દેખાવો કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત હતાં. 300 સાંસદ સંસદ છોડી રસ્તા પર ઉતર્યા છે, જેને નજરઅંદાજ કરી શકાય નહીં. ચૂંટણી પંચે આ મામલે પોતાનું વલણ બદલવુ જોઈએ. અમે વાતચીત અને ચર્ચામાંથી પીછેહટ કરવાનો પ્રયાસ કર્યો નથી.