ગુજરાત બીજેપી ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમલમનાં પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે.
આજેગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામા આવી.
“કમલમનાં પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ”
પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત
ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બની શકે છે. આ મોટા સમાચાર વચ્ચે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે આ અટકળોને વધુ મજબૂત બનાવી રહી છે.
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળોનો માહોલ જામ્યો છે. રાજકીય વર્તુળોમાં ગુજરાત બીજેપીનાં નવા પ્રદેશ પ્રમુખને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો કે, હવે આ મામલે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક 4 એક્ટોબરે થઈ શકે છે એવી માહિતી સામે આવી છે. ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમલમનાં પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે. સંભવિત 4 ઓક્ટોબરના રોજ પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો કાર્યક્રમ યોજાઈ શકે છે. પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા છે
Advertisement
જોકે ભાજપ તરફથી હાલમાં આ તૈયારીઓ અન્ય કોઈ કાર્યક્રમ અંતર્ગત ચાલી રહી હોવાનું કહેવાય છે, પરંતુ તૈયારીઓની વ્યાપકતા જોતા સ્પષ્ટપણે જણાય છે કે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની વરણીની તૈયારીઓ ચાલી રહી છે, જેના કારણે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર ગુજરાતની રાજનીતિમાં હવે સૌની નજર 4 ઓક્ટોબર પર ટકેલી છે, જ્યારે ગુજરાત ભાજપને તેના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ મળી શકે છે.