National

બિહાર ચૂંટણીમાં હિંસા : તેજ પ્રતાપ યાદવના કાફલા પર RJD સમર્થકોનો પથ્થરમારો

Published

on

બેઠક બાદ, કથિત RJD સમર્થકોએ તેમનાં કાફલા પર પથ્થરમારો કર્યો અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’, ‘લાલટેન છાપ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા.

  • RJD સમર્થકોએ તેમનાં કાફલાને ઘેરી લીધું અને ત્યાંથી ખદેડી દીધા.
  • JJDના ઉમેદવાર જયસિંહ રાઠૌરે આ ઘટનાને RJDના અધિકૃત ઉમેદવાર રવિન્દ્ર સિંહના કાવતરા તરીકે આરોપિત કર્યું.
  • જયસિંહ રાઠૌરે આરોપ લગાવ્યો કે RJD દ્વારા પ્લાન કરી કથિત લફંગાઓને પૈસા આપી વિરોધ કરાવ્યો.

બિહાર વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના નેતા તેજ પ્રતાપ યાદવને વૈશાલી જિલ્લાના મહનાર વિધાનસભા ક્ષેત્રમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.બુધવારે તેઓ પોતાની પાર્ટી JJDના ઉમેદવાર જયસિંહ રાઠૌરના સમર્થનમાં ચૂંટણી સભા માટે પહોંચ્યા હતા.

સભા પૂરી કરીને બહાર નીકળતાં જ કથિત RJD સમર્થકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’ તેમજ ‘લાલટેન છાપ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા.આ વિરોધ એટલો વધ્યો કે તેજ પ્રતાપ યાદવને ત્યાંથી સુરક્ષાના હેતુસર બહાર ખસેડવામાં આવ્યા.

ઘટનાના બાદ JJDના ઉમેદવાર જયસિંહ રાઠૌરે સીધો આક્ષેપ કર્યો કે આ સમગ્ર કાવતરું RJDના ઉમેદવાર રવિન્દ્ર સિંહ દ્વારા રાચવામાં આવ્યું છે, જેથી તેજ પ્રતાપના પ્રચારને રોકી શકાય.જયસિંહ રાઠૌરે કહ્યું, “આ બધી હરકતો પૈસા આપીને કરાવવામાં આવી છે, પરંતુ અમે પાછા નહીં હટીએ.”આ ઘટના પછી લાલુ પરિવારના આંતરિક વિવાદો ફરી ચર્ચામાં આવ્યા છે.

તેજ પ્રતાપ પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે, જે સીધો તેમના નાના ભાઈ અને મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર તેજસ્વી યાદવના અભિયાનને પડકાર આપે છે. હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મહનારની આ ઘટના ભાઈઓ વચ્ચેના તણાવને વધુ ઉગ્ર બનાવશે કે નહીં.હાલમાં મહનમાં રાજકીય તણાવ સ્પષ્ટ રીતે વધ્યો છે અને પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Trending

Exit mobile version