નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી આ દુર્ઘટનામાં અનેક ઘરો, ખેતરો અને કોઠાર સંપૂર્ણપણે નાશ પામ્યા વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે બુધવારે મોડી રાત્રે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ
નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી
દુર્ઘટનામાં અનેક ઘરો, ખેતરો અને કોઠાર સંપૂર્ણપણે નાશ પામ્યા
વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળેમોકલવામાં આવી
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક ઘરો, ખેતરો અને કોઠાર સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, ભારે વરસાદને કારણે લાવવામાં આવેલા કાટમાળથી નંદનગર નગર પંચાયતના કુંત્રી લંગાફલી વોર્ડમાં છ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકો ગુમ છે, જ્યારે બેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.
દહેરાદૂનમાં આઠ મૃતદેહ મળી આવ્યા મંગળવાર, 16 સપ્ટેમ્બરના રોજ દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. દહેરાદૂનમાં વિવિધ સ્થળોએથી આઠ મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 21 થયો છે. 17 લોકો હજુ પણ ગુમ છે.
જ્યારે ચમોલીમાં વાદળ ફાટ્યા બાદ કાટમાળ દૂર કરવા અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. એક મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. નંદનગર ઘાટ વિસ્તારમાં આવેલા ધુરમા ગામમાં ચારથી પાંચ ઇમારતોને નુકસાન થયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ છે અને ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. તેમણે ભારે વરસાદને કારણે નંદનગર તાલુકાના ધુરમા ગામમાં પાંચ ઇમારતોને નુકસાન થયું હોવાની પણ જાણ કરી હતી. કોઈ જાનહાનિ થઈ નથી.
જ્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. SDRF અને NDRF ટીમો કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા અને ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટે કામ કરી રહી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે મેડિકલ ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.