ભારતના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયાને લંબાવવાનો ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે.
અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હતી, જેને હવે વધારીને 11 ડિસેમ્બર કરવામાં આવી છે. આ વિસ્તરણથી ફોર્મ ભરવાના બાકી હોય તેવા મતદારોને વધુ સમય મળશે અને બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને પણ સ્થળ પર જઈને વેરિફિકેશન માટે રાહત મળશે.
SIR પ્રક્રિયામાં સામેલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
SIRની પ્રક્રિયા નીચેના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે:
રાજ્યો: ગુજરાત, છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ.