National

મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર

Published

on

વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ચુરાચાંદપુર પહોંચી ગઈ છે.

  • હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા
  • કેન્દ્ર સરકાર દ્વારા 3000 કરોડના પેકેજને મંજૂરી અપાય.
  • વિસ્થાપિતો માટે 500 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વિકાસના માર્ગે લાવવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે. હિંસામાં પોતાનું આશ્રય ગુમાવનારા લોકો માટે સરકાર નવા 7 હજાર મકાન બનાવશે. આ ઉપરાંત ખાસ મણિપુર માટે કેન્દ્ર સરકાર દ્વારા 3000 કરોડના પેકેજને મંજૂરી અપાયાની પણ પીએમ મોદીએ માહિતી આપી હતી. બીજી બાજુ ખાસ કરીને વિસ્થાપિતો માટે 500 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી કાર્યક્રમને સંબોધવા માટે મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળની નજીક કાંગળાથી થોડીક દૂર કોંગ્રેસ ભવનની બહાર દેખાવ કર્યા હતા. સ્થિતિને જોતા વધારાના સુરક્ષાદળોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા જેનાથી દેખાવોનો અંત આણી શકાય.

મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રે આરોપ લગાવ્યો હતો કે, જાતીય હિંસાગ્રસ્ત રાજ્યમાં મોદીની મુલાકાત ફક્ત પ્રતિકાત્મક છે. તેનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો અને ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી. રાજ્ય સરકાર મણિપુરના પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોના રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધવાના પ્રયાસોની પ્રશંસા કરે છે.

જ્યારે બધા પક્ષોના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં ધીમે ધીમે પરંતુ શાંતિપૂર્ણ રીતે સ્થિરતા અને સુરક્ષા આવી છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પીસ ગ્રાઉન્ડ તરફના રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. 

Trending

Exit mobile version