National

જાણો NDA સહયોગી દ્વારા ભાજપ પર કેમ દબાણ? Up,બિહારથી લઈને તમિલનાડુ સુધી…

Published

on

લોકસભા ચૂંટણીના પરિણામો પછી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન NDAને મજબૂત કરવા માટે કામ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી પોતાના સાથી પક્ષો તરફથી દબાણનો સામનો કરી રહી છે.

  • બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જીતન રામ માંઝીએ તો NDAનું ટેન્શન વધારી જ દીધું છે.
  • બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી, સુભાસપા, અપના દળ અને RLD પોતપોતાની રીતે દબાણ વધારી રહ્યા છે.
  • તમિલનાડુમાં પણ AIADMK ના વિવિધ જૂથોને એક કરવાના ભાજપના પ્રયાસોને AIADMK તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 

જ્યારે ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની હોય ગઠબંધનની રાજનીતિમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ થાય જ છે, પરંતુ જ્યારે નેતૃત્વ કરનાર પક્ષ નબળો પડે છે, ત્યારે નાના પક્ષો તરફથી દબાણ વધવા છે. ભાજપની રાજનીતિમાં 2014 પછીથી 10 વર્ષ સુધી ભાજપ પોતાના સહયોગી પક્ષો પર હાવી રહ્યું અને તેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન તેના પ્રમાણે ચાલ્યુ. જોકે, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પરિસ્થિતિ બદલાવા લાગી.

અત્યારે તમિલનાડુમાં ભાજપ AIADMKના સહારે છે. તે જયલલિતાના મૃત્યુ પછી વિભાજિત થયેલા AIADMK ને એક કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં શાસક DMK ગઠબંધનને મજબૂત પડકાર આપી શકે. જોકે, AIADMK નેતા ઈ. પલાનીસ્વામી વિવિધ જૂથો સાથેના મતભેદોને કારણે તેને લેવા માટે તૈયાર નથી.

Advertisement

તદુપરાંત ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો સહયોગી નિષાદ પક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં નિષાદ પાર્ટીના મંચ પર સુભાસપા, અપના દળ અને RLDના નેતાઓ ભેગા થયા હતા અને તેમની સામાજિક સ્થિતિને અનુરૂપ વધુ ભાગીદારીની માગ કરી હતી. રાજ્યની ચૂંટણીઓ 2027માં યોજાવાની છે, પરંતુ સહયોગી પક્ષોએ પોતાનો મોરચો સંભાળવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

Trending

Exit mobile version