National

Indian yogest Billionaire : જેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ભાગ્ય બદલ્યું

Published

on

અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમને બાળપણથી જ વિજ્ઞાન વિષયમાં રૂચિ હતી. તેમજ સમસ્યાનું નિરાકરણ કરવામાં રૂચિ હતી.

  • M3M Hurun India Rich List 2025માં તેઓ રૂ. 21190 કરોડની નેટવર્થ સાથે ધનિકોની યાદીમાં સામેલ
  • શ્રીનિવાસ Perplexity AI ના CEO અને ચેટ જીપીટીની સમકક્ષ કામ કરતું આ AI પ્લેટફોર્મ 2.2 કરોડ એક્ટિવ યુઝર
  • શ્રીનિવાસની કુલ સંપત્તિ રૂ. 21,190 કરોડ છે

દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા અરવિંદ શ્રીનિવાસ ભારતના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. M3M Hurun India Rich List 2025માં તેઓ રૂ. 21190 કરોડની નેટવર્થ સાથે ધનિકોની યાદીમાં સામેલ થયા છે. તેમણે 2022 માં એક AI સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી. શ્રીનિવાસ Perplexity AI ના CEO અને કો-ફાઉન્ડર છે. ચેટ જીપીટીની સમકક્ષ કામ કરતું આ AI પ્લેટફોર્મ તાજેતરમાં લોકપ્રિય બન્યું છે. જેના 2.2 કરોડ એક્ટિવ યુઝર છે.

જણાવ્યા અનુસાર, અરવિંદ શ્રીનિવાસની કુલ સંપત્તિ રૂ. 21,190 કરોડ છે. આ યાદીમાં અન્ય ઘણા લોકોનો પણ સમાવેશ થાય છે, જેમ કે ઝેપ્ટોના કો-ફાઉન્ડર કૈવલ્ય વોહરા (22) અને આદિત પાલિચા (23). તેઓ પણ સૌથી ધનિક યુવાનોની યાદીમાં સામેલ થયા છે. આ યાદી પ્રમાણે, ભારતમાં હવે 358 અબજોપતિ છે. 1,687 વ્યક્તિઓ છે જેમની કુલ સંપત્તિ રૂ. 1,000 કરોડથી વધુ છે.

ત્યારે અરવિંદ શ્રીનિવાસનો જન્મ 7 જૂન, 1994 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમને બાળપણથી જ વિજ્ઞાન વિષયમાં રૂચિ હતી. તેમજ સમસ્યાનું નિરાકરણ કરવામાં રૂચિ હતી. તેમણે IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા બાદ બર્કલેમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. જ્યાં તેમણે રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ, ઇમેજ જનરેશન અને ટ્રાન્સફોર્મર-આધારિત વિઝન મોડલ્સ પર કામ કર્યું હતું.

Advertisement

Trending

Exit mobile version