National

ગુરુવારે ધરતી હચમચી: વેનેઝુએલા બાદ જાપાન, ભારત અને નેપાળમાં ભૂકંપના આંચકા, વિશ્વભરમાં ચિંતા

Published

on

  • વૈશ્વિક ચિંતા: એકસાથે વેનેઝુએલા, જાપાન, ભારત અને નેપાળમાં ભૂકંપના આંચકા.
  • જાપાનની સ્થિતિ: 6.9ની તીવ્રતાના ભૂકંપથી રેલ સેવાઓ ઠપ, શાળાના વર્ગો સ્થગિત.
  • ભારત અને નેપાળ: કાશ્મીર અને નેપાળમાં હળવા આંચકા, કોઈ જાનહાનિ નહીં.
  • વેનેઝુએલાનું સંકટ: 22 માળની ઇમારત ધરાશાયી થતા ભારે તબાહી, 100 વર્ષની સૌથી મોટી આફત.

ગુરુવારે વિશ્વના વિવિધ ખૂણે ધરતી ધ્રૂજવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ વેનેઝુએલામાં આવેલા 7.5ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપે ભારે તબાહી મચાવી છે, તો બીજી તરફ જાપાન, ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

🇯🇵જાપાનમાં મેઘમહેર વચ્ચે ધરતીકંપ:

જાપાનના ઉત્તરી દરિયાકાંઠાના ઈવાટે વિસ્તારમાં સવારે 6.9ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. આંચકા એટલા પ્રચંડ હતા કે રાજધાની ટોક્યો પણ ધ્રૂજી ઉઠ્યું હતું. વડાપ્રધાન સનાએ તાકાઇચિએ તુરંત આપત્તિ પ્રબંધન ટીમને એલર્ટ કરી છે. સાવચેતીના ભાગરૂપે બુલેટ ટ્રેન અને સ્થાનિક રેલ સેવાઓ સ્થગિત કરી દેવાઈ હતી, જોકે સુનામીનો કોઈ ખતરો નથી.

🇮🇳ભારત અને 🇳🇵નેપાળમાં પણ આંચકા:

ભારતના જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે વહેલી સવારે 2:36 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ સાથે પાડોશી દેશ નેપાળમાં પણ સવારે 5:21 કલાકે 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સદનસીબે આ બંને સ્થળોએ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

🧐વેનેઝુએલામાં ભારે તબાહી:

સૌથી વધુ વિનાશ વેનેઝુએલામાં નોંધાયો છે, જેને છેલ્લા 100 વર્ષની સૌથી મોટી કુદરતી આફત ગણવામાં આવી રહી છે. 7.2 અને 7.5ની તીવ્રતાના બે આંચકાને કારણે રાજધાની કૅરાકસમાં ૨૨ માળની એક વિશાળ ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી છે અને એરપોર્ટના માળખાને પણ ભારે નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Trending

Exit mobile version