National

“ચક્રવાત ફરી સક્રિય!” – IMDએ આપ્યો એલર્ટ, ગુજરાત સહિત 11 રાજ્યમાં વધશે તોફાની પવન અને વરસાદ.

Published

on

ભારતમાં ચોમાસું ભલે પાછું ફર્યું હોય, પરંતુ હવામાનનો પ્રકોપ હજુ પૂરો થયો નથી. આ અઠવાડિયું ઘણા રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

https://thefactfinder.in/wp-content/uploads/2025/10/images.mp4
  • ચક્રવાત હાલ બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં છે અને ધીરે ધીરે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યો છે.
  • 21 થી 23 ઓક્ટોબર દરમિયાન ટાપુઓમાં ભારે થી અત્યંત ભારે વરસાદ અને 40-50 કિ.મી./કલાકની પવનની ગતિ રહેવાની અપેક્ષા છે.
  • સ્થાનિક બંદરો ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ થઇ ગઈ છે અને માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપવામાં આવી છે.

ભારતમાં ચોમાસું ભલે પાછું ફર્યું હોય, પરંતુ હવામાનનો પ્રકોપ હજુ પૂરો થયો નથી. આ અઠવાડિયું ઘણા રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારો તેમજ આંતરિક રાજ્યોને નુકસાન થવાની ધારણા છે.

જ્યારે હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જાહેર થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં ફેલાશે. ચક્રવાત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અનુભવાશે.

આમ તો અંદામાન અને નિકોબાર ટાપુઓથી શરૂ કરીને, ચક્રવાત કેરળમાં પ્રવેશ કરશે. ત્યારબાદ, તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં વિનાશ વેરી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

જ્યારે તમિલનાડુના કેટલાક ભાગો સહિત તમિલનાડુમાં ભાર વરસાદની આગાહી છે. 21થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ સમયગાળા દરમિયાન લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા તેલંગાણામાં પણ વરસાદની આગાહી છે.

તમિલનાડુમાં 23ઓક્ટોબર સુધી, 22થી 24 ઓક્ટોબર સુધી કેરળમાં અને 23થી 24 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. 22થી 25 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી છે.

Trending

Exit mobile version