આજના અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર મહારાષ્ટ્રના બારામતીથી મળી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું એક ભયાનક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ સમાચારથી માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે.
જાનહાનિ:DGCA દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 2 અનુભવી પાઇલટ અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.
⚠️ અકસ્માતનું કારણ: કુદરત કે ટેકનિકલ ખામી?
પ્રાથમિક અહેવાલો મુજબ, બારામતીમાં આજે સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી.
“પ્લેને રન-વે પર લેન્ડ થવા માટે બે વાર નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. ત્રીજા પ્રયાસમાં વિમાન રન-વે પરથી લપસી ગયું અને જોરદાર વિસ્ફોટ સાથે તેમાં આગ લાગી ગઈ.”
હાલમાં AAIB (Aircraft Accident Investigation Bureau) દ્વારા ટેકનિકલ ખામીની શક્યતાઓને તપાસવામાં આવી રહી છે.
◾રાજકીય જગતમાં ઘેરો શોક
અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે પોતાના ગઢ બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખી ઘટના બની.
સુપ્રિયા સુલે: સમાચાર મળતા જ તેઓ આઘાતમાં સરી પડ્યા છે અને તાત્કાલિક બારામતી પહોંચ્યા છે.
અન્ય નેતાઓ: સંજય રાઉત, મહેબૂબા મુફ્તી અને અન્ય દિગ્ગજોએ આને મહારાષ્ટ્ર માટે ‘અપૂરણીય ખોટ’ ગણાવી છે.
🧐અજિત પવારના જવાથી મહારાષ્ટ્રના પ્રશાસનિક અને સહકારી ક્ષેત્રે જે શૂન્યાવકાશ સર્જાયો છે, તે ક્યારેય પુરી શકાશે નહીં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે