ન્યુક્લિયર પ્લાન્ટ ટાર્ગેટ:ઈરાનના સંવેદનશીલ ‘ખૌંદાબ’ પ્લાન્ટ પર ભીષણ બોમ્બમારો; હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન યુનિટ ધ્વસ્ત.
ઈરાનનો વળતો પ્રહાર:સાઉદીમાં અમેરિકન એરબેઝ પર મિસાઈલ હુમલો; 10 અમેરિકી સૈનિકો ઘાયલ, રિફ્યુલિંગ પ્લેન ક્ષતિગ્રસ્ત.
ભયાનક ચેતવણી:IRGC એ અમેરિકન-ઇઝરાયલી કંપનીઓના કર્મચારીઓને ઓફિસ છોડવા આપ્યું અલ્ટીમેટમ; યુદ્ધ વધુ વકરવાના સંકેત.
રશિયાનો આર્થિક ફટકો:1 એપ્રિલથી ઓઈલ અને ગેસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની રશિયાની તૈયારી; વૈશ્વિક બજારમાં હાહાકાર.
ટ્રમ્પનું નવું નિશાન:ઈરાન-વેનેઝુએલા બાદ હવે ‘ક્યુબાનો વારો’; ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કેરેબિયન દેશોમાં ફફડાટ.
તેહરાન/વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ (Khondab) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
મુખ્ય નિશાન: અરાક નજીક આવેલા ખૌંદાબ હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે.
નુકસાન: સ્થાનિક મીડિયા મુજબ, પ્લાન્ટ પર 10 થી વધુ બોમ્બ ઝીંકવામાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ રેડિયેશન લીક થવાના સંકેત મળ્યા નથી.
ઈરાનની ચેતવણી: ઈરાની સૈન્ય પાંખ IRGC એ આ હુમલાને ‘યુદ્ધ ગુનો’ ગણાવ્યો છે અને અમેરિકા-ઇઝરાયલ સાથે જોડાયેલી કંપનીઓના કર્મચારીઓને ઓફિસ છોડી દેવા અલ્ટીમેટમ આપ્યું છે.
ઈરાને આ હુમલાના જવાબમાં સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના ‘પ્રિન્સ સુલતાન એર બેઝ’ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે.
આ હુમલામાં 10 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર છે.
અમેરિકાનું એક રિફ્યુલિંગ પ્લેન પણ ક્ષતિગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે.
વૈશ્વિક અસરો અને રાજદ્વારી હલચલ
રશિયાનો નિર્ણય: રશિયન ન્યૂઝ એજન્સી TASS મુજબ, રશિયા 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી ગેસ અને ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે, જેની અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડશે.
ટ્રમ્પનું વલણ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 10 દિવસ માટે ઉર્જા પ્લાન્ટ્સ પર હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી, પરંતુ આ નવા હુમલાઓએ શાંતિની આશા પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પે એમ પણ સંકેત આપ્યા છે કે હવે ‘ક્યુબાનો વારો’ હોઈ શકે છે.
યમનની ધમકી: યમનની સેનાએ ઈરાનના સમર્થનમાં મેદાનમાં ઉતરવાની અને રાતા સમુદ્ર (Red Sea) નો ઉપયોગ અમેરિકા-ઇઝરાયલ માટે બંધ કરવાની ધમકી આપી છે.
🫵મધ્ય પૂર્વમાં ભભૂકેલી આ આગ હવે વિશ્વને ત્રીજા મહાયુદ્ધ તરફ ધકેલી રહી હોય તેમ લાગે છે.