- ભારતની શાંતિની અપીલ: પશ્ચિમ એશિયામાં ભડકેલી આગ પર ભારતની ચિંતા; તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા વિદેશ મંત્રાલયની અપીલ.
- ભારતીયો માટે એડવાઈઝરી: ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આદેશ; મુસાફરી ન કરવા સૂચના.
- ઈરાનનું ‘ઓપરેશન નસર’: ઈઝરાયલ પર ઈરાનનો મિસાઈલ વરસાદ; સેંકડો બેલિસ્ટિક મિસાઈલોથી હચમચી ઉઠ્યું ઈઝરાયલ.
- ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર: ‘ઈરાન અંગેના નિર્ણયો નેતન્યાહૂ નહીં, અમે લઈશું’ – ઈઝરાયલ પર અમેરિકાનું દબાણ વધ્યું.
- વૈશ્વિક મોંઘવારીનો ભય: હોર્મુઝની સમુંદ્રધુની (Strait of Hormuz) પર સંકટના કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા.
પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધની આગ ભડકી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા આ ગંભીર સંઘર્ષને લઈને ભારત સરકારે અત્યંત ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીએ તમામ પક્ષોને તાત્કાલિક સંયમ રાખવા અને હિંસાનો માર્ગ છોડી મુત્સદ્દીગીરી દ્વારા સમાધાન કરવા અપીલ કરી છે.
🇮🇳ભારતીયો માટે તાત્કાલિક એડવાઈઝરી:
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભારત સરકારે મોટી એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ, આગામી આદેશ સુધી અન્ય ભારતીયોને ઈરાનનો પ્રવાસ ન ખેડવા સખત સૂચના આપવામાં આવી છે.
🇮🇷ઈરાનનું ‘ઓપરેશન નસર’:
યુદ્ધમાં ઈરાને પોતાના મિલિટરી પ્લાન ‘ઓપરેશન નસર’ને અંજામ આપ્યો છે. ઈરાની સેનાએ ઈઝરાયલના સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસીને સેંકડો બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો છે, જેના કારણે સમગ્ર ઈઝરાયલમાં સાયરનો ગુંજી ઉઠ્યા હતા.
🌍વૈશ્વિક રાજનીતિમાં વળાંક:
દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને લઈને કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, ‘ઈરાન અંગે શું પગલાં લેવા તે નેતન્યાહૂ નહીં, પરંતુ અમે (અમેરિકા) નક્કી કરીશું.’ આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા આ યુદ્ધને વધુ મોટું થતું રોકવા માટે ઈઝરાયલ પર દબાણ વધારી રહ્યું છે.
⚠️આર્થિક અસરો:
વિશેષજ્ઞોના મતે, જો ઈરાન હોર્મુઝની સામુંદ્રધુની (Strait of Hormuz) કે તેલના કુવાઓ પર હુમલા કરશે, તો કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. આનાથી વિશ્વભરમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ થવાની પૂરી શક્યતા છે.
🧐પશ્ચિમ એશિયાની આ સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. શું આ તણાવ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે કે પછી આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ બંને દેશો પાછા હઠશે, તે જોવું રહ્યું. આ અંગેના તમામ પળેપળના સમાચાર અમે આપના સુધી પહોંચાડતા રહીશું.