નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુદ્દે મોટી પાયે જે વિરોધ પ્રદર્શનો શરૂ થયા તે પ્રતિબંધ ઉઠાવવા છતાં બંધ થયા નહીં અને આખરે પ્રધાનમંત્રીએ ઓલીએ રાજીનામું આપવાની ફરજ પડી.
વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધુ છે.
હિંસક પ્રદર્શનોમાં 20થી વધુ લોકોના મોત.
પ્રધાનમંત્રી કે પી શર્માદબાણ વધતા આપ્યું રાજીનામુ.
નેપાળમાં ભારે અરાજકતાનો માહોલ છે. સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધુ છે. આખરે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. સોમવારથી શરૂ થયેલા હિંસક પ્રદર્શનોમાં 20થી વધુ લોકોના મોત અને સેંકડો લોકો ઘાયલ થયા બાદ સરકાર સંપૂર્ણ રીતે ઘેરાઈ હતી. સ્થિતિ સંભાળવવા માટે સેનાને તૈનાત કરવી પડી હતી. પરંતુ Gen-Z ના નેતૃત્વ હેઠળ થઈ રહેલા પ્રદર્શનોએ ઓલી સરકારને ઝૂકાવી દીધી. સૂત્રો મુજબ રાજીનામા પહેલા સેના પ્રમુખ અશોક રાજ સિગ્દેલે ઓલીને પદ છોડવાની સલાહ પણ આપી હતી.
પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘરો ઉપર પણ હુમલા થયા. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, સ્વાસ્થ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા હતા. સતત વધતા દબાણ વચ્ચે પ્રધાનમંત્રી ઓલી ઉપર પણ રાજીનામાનું દબાણ વધ્યું હતું. તેઓ સંપૂર્ણ રીતે રાજનીતિક રીતે અલગ થલગ થઈ ગયા હતા.