🌪️ દક્ષિણપૂર્વ એશિયાના ત્રણ દેશોમાં એક દુર્લભ ઉષ્ણકટિબંધીય વાવાઝોડા (Tropical Cyclone) ને કારણે મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ભયંકર તબાહી મચી છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આપત્તિમાં મૃત્યુઆંક 500 થી વધુ થઈ ગયો છે અને 40 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.
મલક્કા સ્ટેટ માં આવેલા આ વાવાઝોડાએ ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં એક અઠવાડિયા સુધી વિનાશ વેર્યો હતો, જેના કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત પ્રયાસો પૂરજોશમાં ચાલુ છે.
📍 દેશવાર મૃત્યુઆંક અને અસર
- ઇન્ડોનેશિયા મૃત્યુ 336 ,289 ગુમ, 2,13,000 વિસ્થાપિત, પ્રભાવિત1.1 મિલિયન (પશ્ચિમ ઇન્ડોનેશિયા)
- થાઇલેન્ડ મૃત્યુ 170, 102 ઘાયલ, પ્રભાવિત 3 મિલિયન (દક્ષિણ થાઇલેન્ડ)
- મલેશિયા મૃત્યુ 2, 24,500 સ્થળાંતર કેન્દ્રમાં
- કુલ મૃત્યુઆંક 508 – પ્રભાવિત 4 મિલિયનથી વધુ
🇮🇩 ઇન્ડોનેશિયામાં રાહત કાર્ય
- ઇન્ડોનેશિયાના સુમાત્રાના પશ્ચિમી ટાપુ પર ભૂસ્ખલન અને પૂરથી ત્રણ પ્રાંતો તબાહ થયા છે.
- રસ્તાઓ બંધ હોવાના કારણે, રાહત અને બચાવ ટીમોએ લોકોને મદદ પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.
- પશ્ચિમ સુમાત્રાના એકાંત શહેર પાલેમ્બાયન નજીક નૌકાદળના હેલિકોપ્ટરે પૂરના પાણીમાં વહી ગયેલા ઘરો અને જમીન જોઈ હતી, જ્યાં રાહત સામગ્રી માટે લોકોની ભીડ જામી હતી.
- અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં લોકો સપ્લાય લાઇન લૂંટી રહ્યા હોવાના અહેવાલો છે.
🇹🇭 થાઇલેન્ડ અને 🇲🇾 મલેશિયાની સ્થિતિ
- થાઇલેન્ડ: સોંગખલા પ્રાંતમાં સૌથી વધુ 131 લોકોના મોત થયા છે. સોંગખલાના હાટ યાઈમાં ગયા શુક્રવારે 335 મીમી (13 ઇંચ) વરસાદ પડ્યો હતો, જે 300 વર્ષમાં એક દિવસનો સૌથી વધુ વરસાદ હતો.
- મલેશિયા: લગભગ 24,500 લોકો હજુ પણ સ્થળાંતર કેન્દ્રોમાં છે. હવામાન વિભાગે તોફાન અને સતત વરસાદની ચેતવણીઓ પાછી ખેંચી છે.
- મલેશિયાએ થાઈલેન્ડમાં ફસાયેલા 6,200 થી વધુ મલેશિયન નાગરિકોને સ્થળાંતર કરાવ્યા છે.
- એક 30 વર્ષીય મલેશિયન નાગરિક પશ્ચિમ સુમાત્રામાં ભૂસ્ખલન બાદ ગુમ થયો હોવાની જાણ થઈ છે.
🚨 શ્રીલંકામાં અલગ ચક્રવાતનો કહેર
બંગાળની ખાડીમાં આવેલા એક અલગ ચક્રવાતને કારણે શ્રીલંકામાં 153 લોકોના મોત થયા છે અને 191 અન્ય ગુમ થયા છે. દેશભરમાં અડધા મિલિયનથી વધુ લોકો આ આપત્તિથી પ્રભાવિત થયા છે.