સેન્યાર વાવાઝોડા સાથે ડબલ ખતરો, IMD દ્વારા હાઈ એલર્ટ
- સ્ટોક માર્કેટ વહેલું બંધ, 5 ફ્લાઈટ કોલમ્બોમાંથી તિરુવનંતપુરમ ડાયવર્ટ, શાળા-કોલેજો અને રેલ સેવા સ્થગિત .
- આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ શક્તિશાળી થઈ શકે, ભારે પવન-વરસાદ ચાલુ
- રવિવારે સવારે દક્ષિણ ભારતીય દરિયાકાંઠે લેન્ડફોલ; 65-100 કિમી/કલાક પવન .
- અંદામાન-નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ અને તોફાની સ્થિતિ
શ્રીલંકામાં દિતવાહ નામના વાવાઝોડાએ ત્રાટકવું શરૂ કરી દીધું છે. ભારે પવન અને વૈજળી સાથે થતાં તબાહી બાદ 56 લોકોનાં મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો હજુ પણ ગાયબ છે. આગાહી અનુસાર, આગામી 12 કલાકમાં આ વાવાઝોડો વધુ શક્તિશાળી થઈ શકે છે, જે દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.શ્રીલંકામાં આ વાવાઝોડાના કારણે ઠેર ઠેર ભૂસ્ખલન અને ભારે વરસાદ નોંધાયા છે.
કોલમ્બોની સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરવું પડ્યું છે અને પાંચ ફ્લાઈટ્સ ત્રિવેન્દ્રમ તરફ ડાયવર્ટ થઈ ગઇ છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવ્યા છે, રેલવે સેવા સ્થગિત છે અને લોકોના માટે પબ્લિક શેલ્ટર્સમાં આશરો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં 29 અને 30 નવેમ્બરનાં રોજ અતિભારે વરસાદ અને તોફાની પવનની અસરની આગાહી છે.
1 ડિસેમ્બર સુધી આ પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. માછીમારોને દરિયા આજથી દૂર રહેવા અને ખેડૂતોને પાકનું સંરક્ષણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.હવામાન વિભાગે વીજળીના થાંભલા અને પડતા વૃક્ષોથી સાવધાન રહેવાની જાણકારી આપી છે. લોકોમાં ચેતવણી જારી રાખવામાં આવી છે કે આ અસમાન્ય વાવાઝોડાને લઈને તમામ સાવચેત રહે.