ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મોટી ભીડ ઝડપથી શેરીઓમાં એકઠી થઈ ગઈ હતી, જેનાથી ગભરાટ ફેલાયો હતો.
- લોંક્સી કાઉન્ટીમાં સવારે 5:49 વાગ્યે ભૂકંપ આવ્યો.
- આઠ ઘરો જમીનદોસ્ત થયા છે અને 100 થી વધુને નુકસાન થયું છે.
- રાજ્ય પ્રસારણકર્તા CCTV એ અહેવાલ આવતા.
વહેલી સવારે ચીનના ગાંસૂ પ્રાંતમાં શનિવારે 27 સપ્ટેમ્બર 5.6 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. સત્તાવાર શિન્હુઆ સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોમાં કોઈ ગંભીર રીતે ઘાયલ નથી અને તમામની તબિયત સારી છે. ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મોટી ભીડ ઝડપથી શેરીઓમાં એકઠી થઈ ગઈ હતી, જેનાથી ગભરાટ ફેલાયો હતો.
જ્યારે ચીન ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર, લોંક્સી કાઉન્ટીમાં સવારે 5:49 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. રાજ્ય પ્રસારણકર્તા CCTV એ અહેવાલ આપ્યો છે કે આઠ ઘરો જમીનદોસ્ત થયા છે અને 100 થી વધુને નુકસાન થયું છે.
આજે રાજ્ય મીડિયા દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલા વીડિયોમાં ઈમરજન્સી કર્મીઓ કાટમાળ સાફ કરતા અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.