- ATS ની મોટી સફળતા: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓ ઝડપાયા.
- ગુજરાત અને મધ્ય પ્રદેશમાં દરોડા: બંને રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ.
- દેશવિરોધી ષડયંત્ર: ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાના ઈરાદે કામ કરતા હતા.
- સઘન તપાસ: પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા.
અમદાવાદ/ગાંધીનગર: દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો ગુજરાત ATS એ પર્દાફાશ કર્યો છે. ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં એકસાથે ઓપરેશન પાર પાડીને, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા 8 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. આ કાર્યવાહી બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ વધુ સજ્જ થઈ ગઈ છે.
❓શું છે આખો મામલો?
ગુજરાત ATS ને લાંબા સમયથી માહિતી મળી હતી કે કેટલાંક શખ્સો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્કમાં રહી ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક મજબૂત કરી રહ્યા છે. આ માહિતીના આધારે ATS ની ટીમે સઘન ટેકનિકલ સર્વેલન્સ ગોઠવ્યું હતું. આ નેટવર્કના મૂળ ગુજરાત અને મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલા હોવાનું ખુલતા જ ATS એ બંને રાજ્યોના વિવિધ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા.
🧐ઝડપાયેલા આતંકીઓની વિગત:👇
ATS ના આ ઓપરેશનમાં બનાસકાંઠાના પાલનપુર, પાટણના સિદ્ધપુર, નવસારીના ચીખલી અને મધ્ય પ્રદેશના દેવાસમાંથી નીચે મુજબના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
- અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા (19) – પાલનપુર
- ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા (30) – પાલનપુર
- મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા (22) – પાલનપુર
- ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (21) – સિદ્ધપુર
- મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા (40) – સિદ્ધપુર
- મોહમ્મદ અમીન શેરા (21) – સિદ્ધપુર
- મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી (22) – નવસારી
- બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા (18) – દેવાસ (મધ્ય પ્રદેશ)
🚨તપાસનો ધમધમાટ:
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તેઓ ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક વિસ્તારવા અને દેશવિરોધી ગતિવિધિઓને અંજામ આપવાના પ્રયાસમાં હતા. હાલમાં ATS આ આતંકી મોડ્યુલની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેમના અન્ય સંપર્કો અને ભવિષ્યના ઈરાદાઓ અંગે વધુ વિગતો જાણી શકાય.