હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. રાજ્યમાં 22થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાગ્યો ત્યાબ કરવામાં આવી છે.
- નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે.
- વડોદરા સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે.
- બે દિવસ બાદ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે
જ્યારે આજથી નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. માં દુર્ગાની આરાધના સાથે ગરબાની રમઝટ જામશે. ત્યારે નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. રાજ્યમાં 22થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, નવસારી અને દમણમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, દાદરાનગર હવેલી, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે, વડોદરા સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે
જ્યારે બે દિવસ બાદ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે.
- રાજ્યમાં આજની તારીખ સુધીમાં 110.27 ટકા વરસાદ નોંધાયો છે.
- રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27
- મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97, સૌરાષ્ટ્રમાં 95.18
- દક્ષિણ ગુજરાતમાં 114.77 ટકા વરસાદ ખાબક્યો છે.