Gujarat

ગુજરાતમાં વરસાદી વાવાઝોડું : ઓખા બંદર પર પ્રતિબંધ, માછીમારોને તાત્કાલિક પરત ફરવાની હાંકલ,દરિયો ન ખેડવાની સૂચના

Published

on

દ્વારકામાં તોફાની પવનની ચેતવણી : GMBએ ઓખા પર સિગ્નલ 3 લગાવ્યું, બોટો કિનારે લંગરવાનો આદેશ.

  • ઓખા પર સિગ્નલ 3 : પવનની ઝડપ 50 કિમી, દરિયા ખેડવા પર પ્રતિબંધ, GMBની સાવચેતી
  • ઓખા બંદર પર 3 નંબર સિગ્નલ, બોટો સુરક્ષિત કરવાની સૂચના
  • IMDએ રાજ્યના 157 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે

અચાનક વાતાવરણમાં પલટો આવતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMB  એ ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે. આ સિગ્નલનો અર્થ થાય છે કે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી છે. દરિયામાં તોફાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આ પગલાને કારણે માછીમારોને પોતાની બોટોને સુરક્ષિત કિનારે લંગરવા અને દરિયામાં રહેલા મચ્છીમારોને તાત્કાલિક નજીકના કિનારે પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી દરિયો ખેડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આજે ભારતીય હવામાન વિભાગ IMDની આગાહી પ્રમાણે, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે, જે દ્વારકા અને ઓખા જેવા કાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. GMBએ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું સિગ્નલ લગાવ્યું, જે તોફાની પવનની ચેતવણી દર્શાવે છે. આ સિગ્નલ મચ્છીમારો અને બોટ ચલાવતા વ્યક્તિઓને તાત્કાલિક સાવચેતી અપનાવવા કહે છે.

Advertisement

દ્વારકાના ઓખા બંદરના અધિકારીઓએ જણાવ્યું કે, “આ સિગ્નલ લગાવવાનો ઉદ્દેશ મચ્છીમારોની જીવનરક્ષા છે. દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક કિનારે પરત ફરવાની સૂચના આપી છે. જ્યાં સુધી હવામાન સુધરે નહીં ત્યાં સુધી માછીમારી પર પ્રતિબંધ રહેશે.” આ પગલા તાજેતરમાં ભાવનગર, ઘોઘા અને અલંગ બંદરોમાં પણ લેવાયા હતા, જ્યાં સમાન સિગ્નલ્સ લગાવીને મચ્છીમારોને ચેતવણી આપવામાં આવી હતી.

જ્યારે ઓખા બંદર આસપાસના મચ્છીમારો માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે આ સમયે માછીમારી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એક સ્થાનિક મચ્છીમાર, રમેશભાઈએ જણાવ્યું, “અમે તાત્કાલિક બોટોને કિનારે લાવી દીધી છે. પરંતુ આ પ્રતિબંધથી અમારી દૈનિક આવક પર અસર પડશે. તેમ છતાં સુરક્ષા માટે આ જરૂરી છે.”

આવા સમયે ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહીને કારણે અન્ય બંદરો પર પણ સમાન પગલાં લેવાઈ રહ્યા છે. IMDએ રાજ્યના 157 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામેલ છે. રહેવાસીઓ અને મચ્છીમારોને સ્થાનિક વહીવટીની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે

Advertisement

Trending

Exit mobile version